કચ્છ ફિલાટેલિક એસો. અને કચ્છ કોઇનએસો. દ્વારા `યોદ્ધાઓને સલામી''

કચ્છ ફિલાટેલિક એસો. અને કચ્છ કોઇનએસો. દ્વારા `યોદ્ધાઓને સલામી''
ભુજ, તા. 29 : કચ્છ ફિલાટેલિક એસો. અને કચ્છ કોઇન સોસાયટી દ્વારા કોરોના મહામારીના કાળમાં સેવા આપતા વિવિધ ક્ષેત્રના યોદ્ધાઓને બિરદાવવા `સેલ્યુટ ટુ વોરિયર્સ' તરીકે વિશિષ્ટ સન્માન થઇ રહ્યું છે ત્યારે આજે સંસ્થાએ `કચ્છમિત્ર'નું `કોરોના વોરિયર' તરીકે સન્માન કર્યું હતું. મહારાજ ભૂપતસિંહ કચ્છ કોઇન સોસાયટી ભુજ-કચ્છ દ્વારા કોવિડ-19 કવર સેટ તૈયાર કરાયો છે. આજે કચ્છ કોઇન સોસાયટીના પ્રમુખ દિનેશ એચ. મહેતા, ઉપપ્રમુખ જગદીશભાઇ સોની, મંત્રી નવીનભાઇ છેડા, કચ્છ ફિલાટેલિક એસો.ના પ્રમુખ નારાણભાઇ ગામીએ `કચ્છમિત્ર'ના તંત્રી દીપકભાઇ માંકડને આ સેટ આપીને બહુમાન કર્યું હતું. આ બુકમાં 6 અલગ અલગ છાપેલા કવર તૈયાર કરાયા છે, જેમાં સેલ્યુટ કોરોના વોરિયર્સ, સ્ટે હોમ સ્ટે સેફ, કોરોના વોરિયર્સ એલર્ટ, તબીબો અને આરોગ્ય સ્ટાફને ધન્યવાદ અપાયા છે. પીપલ રિયલ હીરોઝ ઉપરાંત સ્પેશિયલ કવર 1-10-2019 જેમાં એલ. એમ. પોમલની સુરખાબની તસવીરનો સમાવેશ થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer