કોરોનાએ નાના શ્રમજીવીઓના ચહેરા પરનું નૂર હણી લીધું

કોરોનાએ નાના શ્રમજીવીઓના ચહેરા પરનું નૂર હણી લીધું
કોટડા ચકાર (તા. ભુજ), તા. 29 : સતત લોકડાઉને અનેક લોકોને હાલે પાઈના મોહતાજ બનાવી દીધા છે. ભલે અન્ન સરકાર આપે છે પણ અન્ય ઘર ખર્ચાઓ માટે કયારે ન ભોગવી હોય તેવી આર્થિક વિકટ પરિસ્થિતિ પૈસાની તંગીએ ચહેરો નૂર ખોવાઈ ગયા છે. રોજ કમાઈને પેટિયું રળતા, રોજી રળતા મોચીઓ, બૂટપોલિસવાળા, સાઈકલોથી કુલ્ફી વેચનારા, ડબલરોટીવાળા, આઈક્રીમ, પાણીપૂરીવાળાઓ, દરજીકામ, બાલદાઢીનું છૂટક કામ કરતા વાળંદ, હજામો, હેર કટિંગ, સલૂનોમાં રોજીંદા કામ કરતા કર્તનકારો, નાસ્તાગૃહો, હોટલો, ટ્રાવેલ્સોમાં કામ કરતા શ્રમજીવીઓ, ટ્રકો વગેરે નાના મોટા વાહનોમાં રોજિંદુ કામ કરતા ક્લીનરો, નાની મોટી ગેરેજો, સુતારી કામ, લુહારી કામ, પાર્લર શોપો વગેરેમાં રોજિંદા મજૂરો તેમજ લાઈટ ડેકોરેશન, ઢોલ, બેન્ડ, વિવિધ વાજિંત્રો, મંડપવાળા, નાની કેબિનો, ચાની કેબિનો વિવિધ વેપારીઓ પાસે છૂટક મજૂરી કરનારાઓ ખેતમજૂરો આવા તો ગણ્યા ગણાય નહીં તેટલા વિવિધ ક્ષેત્રો, વર્ગોના મજૂરોનું જીવન મહામારી કોરોનાના પગલે લોકડાઉને ઝેરી અને આર્થિક વિકલાંગ બનાવી દીધા છે. કોઈ ગામ કે શહેર કે તાલુકામાં એક બે કોરોના પોઝિટિવ કેસો જાહેર થાય ને ત્યાં પોલીસ આરોગ્ય તંત્ર તેમજ સમાજ જે-તે ગામ શહેર, તાલુકાને ક્વોરેન્ટાઈન જાહેર ભલે કરે પણ નાના વર્ગોની ચિંતા ભાગ્યે જ કોઈ કરે છે. લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકોના ધાડા પોતાના વતનમાં જવા વલવલે છે. સરકાર પ્રજાને વિવિધ આર્થિક સહયોગો આપે છે. અહીં આભ ફાટયું છે. થીંગડા કયાં મારવા બસ કુદરતવાળો જ કંઈક આપણી ભારા જેવી સમસ્યાઓ હલ કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer