ભારત-ઓસી ટેસ્ટ શ્રેણી એક જ સ્થળે રમાશે?

મેલબોર્ન, તા.29: ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ભારત સામેની ટેસ્ટ, વન ડે અને ટી-20 શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. હવે સીએ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચાર ટેસ્ટની સિરિઝ એક જ સ્થાને રમાડવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ક્રમશ: 3થી 7 ડિસેમ્બર બ્રિસ્બેન, 11 થી 1પ એડિલેડ ડે નાઇટ ટેસ્ટ, 26 થી 30 મેલબોર્ન અને 3 થી 7 જાન્યુઆરી સિડનીમાં ટેસ્ટ મેચ રમશે તેવું જાહેર થયું છે. જો કે સીએના કાર્યકારી અધિકારી કેવિન રોબર્ટસે કહ્યંy છે કે કોવિડ-19ની મહામારીને લીધે આ કાર્યક્રમમાં ફેરફાર થઇ શકે છે. કદાચ મેચના આયોજન એક કે બે સ્થળે કરવા પડે તો તેના પણ વિકલ્પ અમે ખુલ્લા રાખ્યા છે. ભારતીય ટીમ તેના ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો પ્રારંભ તા.11 ઓકટોબરે  પહેલી ટી-20 મેચ રમીને કરવાની છે. આ પછી 14 અને 17 ઓકટો.એ બાકીની બે ટી-20 મેચ રમાશે. વન ડે શ્રેણીની મેચ અનુક્રમે 12, 1પ અને 17 જાન્યુઆરીએ રમાશે. વચ્ચેના ગાળામાં ચાર ટેસ્ટની શ્રેણી રમાવાની છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer