એન્ડી મરે 23 જૂને ટેનિસ કોર્ટ પર વાપસી કરશે

લંડન, તા.29: પૂર્વ વિશ્વ નંબર વન ટેનિસ ખેલાડી બ્રિટનનો એન્ડી મરે ઇજામાંથી બહાર આવીને લાંબા સમય બાદ કોર્ટ પર વાપસી કરવા તૈયાર છે. તે 23 જૂને કોર્ટ પર પાછો ફરશે.  આ ટેનિસ ટૂર્નામેન્ટ બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસ રાહત કોષ માટે થઇ રહયું છે. જેનું આયોજન લંડનમાં તા. 23 થી 28 જૂન દરમિયાન થયું છે. જે દર્શકો વિના રમાશે. જેમાં બે વખતના વિમ્બલ્ડન વિજેતા એન્ડી મરે ઉપરાંત સાથી બ્રિટીશ ખેલાડી કાઇલ એડમંડ અને ડેન ઇવાંસ પણ ભાગ લેશે. આ ટેનિસ ટૂર્નામેન્ટનું લાઇવ પ્રસારણ એમેઝોન પ્રાઇમ પર દુનિયાભરમાં કરાશે. આ સ્પર્ધાથી સવા લાખ ડોલર જેટલું ફંડ ભેગું કરવાનું લક્ષ્ય છે. 33 વર્ષીય એન્ડી મરે છેલ્લે ઇંગ્લેન્ડ તરફથી ડેવિસ કપમાં રમ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer