ભારે પવન વચ્ચે ઉકળાટે લોકોને અકળાવ્યા

ભુજ, તા. 29 : જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ફૂંકાતા વેગીલા વાયરાએ ગરમીમાં તો રાહત આપી પણ ભેજના વધતા પ્રમાણે લોકોને ઉકળાટની અનુભૂતિ કરાવી હતી. 14થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને ધૂળની ડમરીઓ ઉડાવવા સાથે ધૂંધળો માહોલ યથાવત રાખ્યો હતો. જિલ્લામાં એકમાત્ર કંડલા (એ) કેન્દ્રમાં 41.2 તો ખાવડામાં 40 ડિગ્રીને બાદ કરતાં જિલ્લામથક ભુજ સહિતના અન્ય સ્થળોએ પારો 35થી 37 ડિગ્રી વચ્ચે અટક્યો હતો. લઘુતમ તાપમાન 27થી 29 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગે કચ્છની સાથે રાજ્યમાં મહત્તમ પારો હજુ ગગડવા સાથે ગરમીમાં રાહત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કચ્છમાં હવામાન સૂકું રહેશે પણ રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer