કચ્છના વધુ ચાર રેલવે સ્ટેશને ટિકિટ બુકિંગ સેવા શરૂ થશે

ગાંધીધામ, તા. 29 : અમદાવાદ ડિવિઝનના મોટા રેલવે સ્ટેશનોમાં રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયા બાદ હવે આગામી  દિવસોમાં વધુ રેલવે સ્ટેશનોમાં કાઉન્ટર શરૂ કરવા નિર્ણય લેવાયો છે, જેમાં કચ્છના વધુ ચાર રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદ ડિવિઝનના મુખ્ય રેલવે સ્ટેશનોમાં ગત તા. 25 મેથી રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયા હતા. હવે પ્રવાસીઓની સુવિધા માટે વધુ બુકિંગ કાઉન્ટરો આગામી તા. 1 જૂનથી કાર્યરત કરવામાં આવશે. હાલ ગાંધીધામ અને ભુજમાં રિઝર્વેશન અને રદ થયેલી ટ્રેનોનું રિફંડ મેળવવાનું ચાલુ છે.હવે આગામી 1 જૂનથી અંજાર, ભચાઉ અને સામખિયાળી અને લાકડિયા   રેલવે સ્ટેશન ખાતેથી પણ સ્પેશિયલ ટ્રેનોનું રિઝર્વેશન અને રિફંડ મેળવી શકાશે. સોમવારથી શનિવાર સુધી સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી અને રવિવારે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી કાઉન્ટર કાર્યરત રહેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer