ડીપીટીમાં 400 કરોડનું ડ્રેજિંગ ટેન્ડર જારી

ગાંધીધામ, તા. 29 : દીનદયાળ (કંડલા) મહાબંદરે મુખ્ય નાળ તથા જેટીઓ આસપાસ ડ્રેજિંગ કરવા માટે 400 કરોડનાં ટેન્ડર બહાર પડાયાં છે. મહાબંદર માટે આ અત્યંત મહત્ત્વની પ્રક્રિયા ઇ-ટેન્ડરિંગથી કરાશે. ડીપીટી સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જેની ટેન્ડર ફી જ રૂા. 15 હજાર છે તેવાં આ ડ્રેજિંગ કામ અર્થે 12મી જૂને પ્રી-બિડ મિટિંગનું ડીપીટી પ્રશાસનિક ભવનના બોર્ડ રૂમમાં સવારે 11 વાગ્યે આયોજન થયું છે.આ ટેન્ડરની તમામ વિગતો તથા જરૂરી દસ્તાવેજો વાાિંાિં://સાિં.ક્ષાજ્ઞિભીયિ.ભજ્ઞળ વેબસાઇટ ઉપર 28/5થી 4/7/2020 સુધી જોઇ શકાશે. 400 કરોડનું આ ડ્રેજિંગ મહાબંદરની નેવિગેશનલ ચેનલ તથા કારગો અને ઓઇલ જેટીની આસપાસ (એલોંગ સાઇડ) કરવાનું રહેશે. અત્રે નોંધવું જરૂરી છે કે કંડલા મહાબંદર માટે ડેજિંગ જરૂરી અને રોજિંદી પ્રક્રિયા છે. જેને લઇને દરિયામાં પાણીની ઊંડાઇ જળવાઇ રહે અને જહાજોનું આવાગમન વગર રોકટોક આસાનીથી થઇ શકે. ડ્રેજિંગના આ ટેન્ડરો તા. 4/7/2020ના બપોરે 3.30 વાગ્યે ખોલવામાં આવશે. જેમાં પ્રાથમિક અને તકનિકી બિડ જ હશે. ભાવનું બિડ ખોલવાની તારીખ તથા સમય તકનિકી બિડની ચકાસણી બાદ જાહેર થશે તેવું ડીપીટીના સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer