ભુજમાં પરિણીતાને ધાકધમકી સાથે સાસુ-પતિને માર મરાયો

ભુજ, તા. 29 : શહેરમાં ખારસરા મેદાન પાસે જકરિયા મસ્જિદ નજીક રહેતી હફિઝાબેન જંહાગીર ખાન પઠાણને મોબાઇલ ફોન ઉપર ધાકધમકી કરવા સાથે તેના સાસુ અને પતિને માર મારવા બાબતે ત્રણ ઇસમ સામે ગુનો દાખલ કરાવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં હફિઝાબેને તાલુકાના વરનોરા ગામના અનવર, સલમાન અને હકકો તરીકે ઓળખાવાયેલા ત્રણ ઇસમના નામ તેમના મોબાઇલ નંબર સાથે પોલીસ ફરિયાદમાં આપ્યા હતા. અનૈતિક સંબંધ બાબતે શક રાખીને આરોપીઓ દ્વારા મોબાઇલ ફોન ઉપર ભોગ બનનારને ધાકધમકી અને ગાળાગાળી કરાઇ હતી અને તેના પતિ અને સાસુને માર મરાયો હતો. તેવું ફરિયાદમાં લખાવાયું છે. એ. ડિવિઝન પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer