કેફીદ્રવ્ય ગાંજાના બે કેસમાં માનકૂવાવાસીને જામીન અપાયા

ભુજ, તા. 29 : માનકૂવા પોલીસ મથક દ્વારા ગત માર્ચ મહિનામાં 505 ગ્રામ ગાંજા સાથે પકડાયેલા અને બાદમાં ભુજ બી. ડિવિઝન પોલીસ મથકના ગાંજાના કેસમાં પણ જેની સંડોવણી બહાર આવી હતી તે અબ્દુલ્લ મજીદ મેમણને જામીન આપતો આદેશ અદાલતે કર્યો હતો.  આરોપી સામે પહેલાં માનકૂવામાં અને બાદમાં ભુજ બી. ડિવિઝન મથકમાં આ બે ગુના દાખલ થયા બાદ તેની ધરપકડ કરાઇ હતી. આ તહોમતદાર માટે ભુજ સ્થિત ખાસ જજની અદાલતમાં જામીન અરજી મુકાઇ હતી. બન્ને પક્ષને સાંભળ્યા બાદ આરોપીને જામીન આપતો આદેશ કરાયો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે એમ.એ. ખોજા, વી.કે. સાંધ અને એ.એ. સમા રહયા હતા.- સરલી કેસમાં આરોપીનાજામીન મંજૂર નહીં નામંજૂર : દરમ્યાન ભુજ તાલુકાના સરલી ગામે અબ્દુલ્લ મીઠુભાઇ રાયમાની હત્યાના પ્રયાસના કેસમાં પકડાયેલા આરોપી ફૈઝલ જુશબ કુંભારના જામીન મંજૂર નહીં, પણ નામંજૂર કરાયા હોવાની સ્પષ્ટતા કરાઇ છે. આ બાબતે પ્રગટ થયેલા અહેવાલને લઇને આ સ્પષ્ટતા કરાઇ હતી. આ કેસમાં મૂળ ફરિયાદ પક્ષે વકીલ તરીકે આર.એસ. ગઢવી અને સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામી હાજર રહયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer