ગાંધીધામના એ ચકચારી ફાયરિંગના બનાવમાં રેડ કોર્નર નોટિસ નીકળશે

ગાંધીધામ, તા. 29 : અહીંના વેપારીને જાનથી મારી નાખવાની ધમકીના આરોપી પકડાયા બાદ પત્રકાર પરિષદમાં શક્તિનગર ફાયરિંગ પ્રકરણની વિગતો પણ બહાર આવી હતી.  અહીંના વેપારી રફીક બારાને ધમકી મળ્યા બાદ પોલીસે અફરોઝ અંસારી અને ભચાઉના અનવર રાજાને પકડી લાવી હતી. આ અંગેની પત્રકાર પરિષદમાં શક્તિનગર ફાયરિંગના બનાવની પણ વિગતો બહાર આવી હતી. થોડા સમય પહેલાં શક્તિનગરમાં રહેતા વેપારી એવા જુનૈદભાઈના મકાન ઉપર રાત્રિના ભાગે અંધાધૂંધ ફાયરિંગનો બનાવ બન્યો હતો. પોલીસવડાએ આ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, આ વેપારીએ બાબુ નામના શખ્સ પાસેથી રૂા. 8 કરોડ લીધા હતા, જે આપવાના બાકી હોવાથી આ બાબુએ તેના ઘર ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. આ શખ્સ હાલમાં વિદેશમાં હોવાથી તેને પકડી પાડવા માટે રેડ કોર્નર નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer