કબરાઉ શિક્ષક આત્મહત્યા કેસના ત્રણ આરોપીના જામીન ફગાવાયા

ગાંધીધામ, તા. 29 : ભચાઉના કબરાઉ ગામમાં રહેતા શિક્ષકના આપઘાત પ્રકરણે બનાવના આરોપીઓના આગોતરા ભચાઉની કોર્ટે નકારી દીધા હતા. કબરાઉ રહેતા શિક્ષક એવા ભરત લક્ષ્મણ પટેલ નામના યુવાને ગત તા. 20/3ના ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં તેના સાસરિયા જ્યોત્સનાબેન પ્રવીણ પટેલ, પ્રવીણ ભવાન પટેલ અને જતિન પ્રવીણ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ત્રણેય આરોપીઓએ ભચાઉની કોર્ટમાં આગોતરા જામીન અરજી   કરી હતી.તમામ આધાર-પુરાવા ચકાસ્યા બાદ અને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે આ ત્રણેયના આગોતરા નામંજૂર કર્યા હતા. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડી. બી. જોગી હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer