વરસાણા એટીએમ લૂંટનો એક આરોપી હરિયાણામાં ઝડપાયો

ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાનાં વરસાણા નજીક એ.ટી.એમ.ને ચીરીને લૂંટના બનાવને અંજામ આપનારાઓ પૈકી એક ઇસમને હરિયાણા, તાવડુની પોલીસે પકડી પાડયો હતો. વરસાણા નજીક એ.ટી.એમ.ને ચીરી તેમાંથી લૂંટની કોશિશનો બનાવ બન્યો હતો. આ ટોળકીએ રાજ્યના રાજકોટ, પાલનપુર વગેરે જગ્યાએ પણ આવા બનાવને અંજામ આપ્યો હતો. જે તે વખતે પોલીસે આ બનાવમાં ટોળકીના એક સાગરીતની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા નહોતા. દરમ્યાન હરિયાણાની તાવડુ પોલીસે ઇમરાન નામના ઇસમને ગેરકાયદેસર બંદૂક સાથે પકડી પાડયો હતો.ગત તા. 23/5ના પકડાયેલા આ ઇસમે અડધા દરઝનથી વધુ એ.ટી.એમ. ચોરી કરી હોવાની કેફિયત ત્યાંની પોલીસને આપી હતી. અંજારની પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી આ ઇસમનો કબ્જો મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer