કોરોનાના દર્દીઓની સારવાર અર્થે ગાંધીધામથી તબીબ અમદાવાદમાં

ગાંધીધામ, તા. 29 : દેશભરની સાથો સાથ અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો દરરોજ વધતો જાય છેત્યારે સારવાર કરનારા તબીબી સ્ટાફની ઘટ પૂરી કરવા માટે રાજય સરકાર દ્વારા જિલ્લાના દરેક પી.એચ.સી.માં ફરજ બજાવતા તબીબોને સાત દિવસ માટે  અમદાવાદ ફરજ બજાવવા આદેશ કરાયો છે. એ અંતર્ગત ગાંધીધામની રામબાગ હોસ્પિટલના તબીબ  અમદાવાદ કોરોના દર્દીઓની સારવાર માટે તૈનાત થયા છે. આ અંગે મળતી વિગતો મુજબ દરેક  પીએચસીના તબીબને આ માટેનો આદેશ  જારી કરાયો છે. આદિપુરની રામબાગ હોસ્પિટલના અધીક્ષક ડો.એ.કે. શ્રીવાસ્તવ કોરોનાના દર્દીઓની સારવારની ફરજ બજાવવા માટે અમદાવાદ પહોંચી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના નામનો આદેશ ન હતો આવ્યો તેમને પીએચસીમાંથી કોઈ એક તબીબને  મોકલવા જણાવાયું હતું. પરંતુ તેઓ જ અમદાવાદ જવા નીકળી જતાં આશ્ચર્ય પ્રસર્યું છે. રાજયના  દરેક જિલ્લામાંથી અમદાવાદ ખાતે તબીબોને ફરજ સોંપવામાં આવી છે. સાત દિવસ સુધી ફરજ બજાવ્યા બાદ 14 દિવસ કવોરેન્ટાઈન રહેવું પડશે. ત્યાર બાદ જે તે જિલ્લામાં પુન: ફરજ બજાવવાની રહેશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer