નલિયામાં તમાકુને સંલગ્ન માલના કાળાબજારથી નારાજગી

નલિયા, તા. 29 : ગુટખા, પાન-મસાલા, બીડી, સિગારેટના વેચાણ પર પાબંદી હટયા પછી બંધાણીઓ  ખુશ તો થયા પણ અબડાસાના  મુખ્ય મથક નલિયામાં તમાકુ અને તેની બનાવટોના ધૂમ કાળાબજાર થતાં બંધાણીઓ નિરાશ થયા છે. અનેક છૂટક વિક્રેતાઓ માન્ય ભાવ કરતાં દોઢથી બેગણા ભાવો વસૂલ કરે છે. વિમલ, મિરાજ, બ્રાન્ડેડ બીડીના ભાવો માન્ય કિંમત કરતાં દોઢગણા ભાવો કે તેથી વધુ વસૂલ કરાય છે. બંધાણીઓની એવી માગણી છે કે, તંત્ર દ્વારા તપાસ કરી કાળાબજાર કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer