નખત્રાણા તાલુકામાં તળાવના 103 કામોને મંજૂરી અપાઇ

નખત્રાણા, તા. 29 : રાજ્ય સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના સુજલામ સુફલામ જળ અભિયાન-2020 હેઠળ નખત્રાણા તાલુકામાં જુદા જુદા ગામોના 103 તળાવોના કામોને બહાલી અપાઇ?છે. જિલ્લાકક્ષાની સમિતિમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે, સંબંધિત ગામની પંચાયતોના ઠરાવ સાથે અહેવાલ મોકલતાં કુલ 19 સંસ્થાને 60 કામો શરૂ?કરવા વર્કઓર્ડર અપાયા છે.હજુ પણ ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ અભિયાનમાં જોડાવા રજૂઆત કરી રહી છે. કામની ગુણવત્તા જળવાઇ?રહે તે માટે નોડેલ ઓફિસરને સતત મોનિટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે. આ અભિયાનથી જળસ્તર ઊંચા આવવાની શક્યતા ખેડૂતો દર્શાવી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer