માધાપર પોલીસે સુરતથી દવા મગાવી આપી માનવતા મહેકાવી

ભુજ, તા. 29 : તાલુકાના ભુજોડી વર્ધમાન નગર ખાતે રહેતા વનેચંદ મહેતાને જરૂરી દવાઓની આવશ્યકતા પડતાં લોકડાઉનના સમયમાં સુરત તેમના દીકરા પાસે રહેલી દવાઓ મગાવી આપી માધાપર પોલીસે માનવતા મહેકાવી હતી. માધાપરના પોલીસ અધીક્ષક અશોક ભટ્ટ, હિતુભા વાઢેર, રાણાભાઇની મદદથી સુરતના ચોક બજાર પોલીસ મથકના વડા પી.આઇ. સિદ્ધરાજસિંહ ઝાલાને જાણ કરી, તેમણે સુરતથી સામખિયાળી તેમના મિત્રને દવા મોકલાવી હતી. માધાપરના પોલીસ અધિકારી અશોક ભટ્ટે નિ:સ્વાર્થ ભાવે ભુજોડી રૂબરૂ જઇને દવા પહોંચાડી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer