મેઘપર (કું.)માંથી બે શખ્સની ચોરાઉ ડીઝલ સાથે અટક

ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવેલા રવેચીનગર પાસેથી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રૂા. 9100નું 140 લિટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું. મેઘપર કુંભારડીના રવેચીનગર પાસેથી ટાવેરા કાર નંબર જી.જે.12-બી.આર. 2211વાળી પસાર થઈ રહી હતી ત્યારે પોલીસે તેને અટકાવી હતી. આ વાહનમાં રહેલા ડીઝલ અંગે આધાર પુરાવા માગતાં અને તે પૂરા ન પાડી શકતાં દશરથ દિનેશ વ્યાસ તથા ગૌતમ ડાયા જોશીની ધરપકડ કરવામાં આવી હતી. આ વાહનમાં 6 કેરબામાંથી 140 લિટર કિંમત રૂા. 9100નું ડીઝલ કબ્જે લેવામાં આવ્યું હતું. છળકપટ કે ચોરીનો આ માલ આ બન્ને શખ્સો કયાંથી લાવ્યા હતા તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer