ભુજ-ગાંધીધામથી છપરા માટે બે શ્રમિક સ્પેશિયલ ટ્રેન થઈ રવાના

ભુજ-ગાંધીધામથી છપરા માટે બે શ્રમિક સ્પેશિયલ ટ્રેન થઈ રવાના
ગાંધીધામ, તા. 22 : કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલવા માટે દોડાવાતી શ્રમિક  સ્પેશિયલ ટ્રેનો પૈકી આજે ભુજ અને ગાંધીધામથી બિહારની બે ટ્રેન રવાના થઈ હતી. જ્યારે ઉત્તરપ્રદેશની ટ્રેનને મુલતવી રાખવામાં આવી હતી. આજે રેલવે પ્રશાસન દ્વારા બિહારના એક જ રૂટની બે ટ્રેન દોડાવાઈ હતી. આ અંગે મળતી વિગતો મુજબ આજે ભુજથી વારાણસી અને ભુજથી છપરાની ટ્રેન અને ગાંધીધામથી બિહારના સાસારામ જવાની હતી. પરંતુ  ગત મોડી રાત્રીના જ  બદલાવ કરાયો હતો. જેમાં ભુજથી વારાણસીની ટ્રેન મુલતવી રાખવામાં આવી હતી અને ગાંધીધામથી સાસારામના બદલે છપરાની ટ્રેન દોડાવાઈ હતી.ગાંધીધામથી સવારે 6 વાગ્યે શ્રમિક સ્પેશિયલ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. આ  ટ્રેનમાં ભુજના 45 અને 1576 ગાંધીધામના પ્રવાસીઓ સહિત 1621  શ્રમિકોએ આ ટ્રેન મારફત વતનની વાટ પકડી હતી. તમામ પ્રવાસીઓને ફૂડપેકેટ અને પાણી આપવામાં આવ્યાં હતાં. રાત્રીના જ સામાજિક અંતર જાળવી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રના સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી.દરમ્યાન ભુજથી પણ છપરા (બિહાર) માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન સવારે 10 વાગ્યે 1690 મજૂરો સાથે રવાના થઇ?હતી. ડીવાય.એસ.પી. શ્રી પંચાલે માસ્ક, સામાજિક અંતર તથા અન્ય વ્યવસ્થા જાળવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer