વાંઢાય ઉમિયા માતા સંસ્થાને પાઈપ વાટે નર્મદા નીર પહોંચ્યાં

વાંઢાય ઉમિયા માતા સંસ્થાને પાઈપ વાટે નર્મદા નીર પહોંચ્યાં
વિથોણ (તા. નખત્રાણા), તા. 22: વાંઢાયમાં ઉમિયા માતાજી સંસ્થાન ખાતે પાઈપલાઈન વાટે નર્મદાનાં નીર પહોંચતાં તેમના વધામણાં કરાયાં હતાં. મંત્રોચ્ચાર સાથે નીરનો મંદિરમાં અભિષેક કરાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, મહામંત્રી બાબુભાઈ ચોપડા, ગંગારામભાઈ ચૌહાણ, પ્રો. કે. વી. પાટીદાર, ગંગારામભાઈ રામાણી, શિવજીભાઈ કાનાણી વગેરે હાજર રહ્યા હતા. આ માટે પ્રમુખ હંસરાજભાઈએ પ્રયાસો કર્યા હતા. તેમને આશા છે કે કેનાલથી પણ નર્મદાનું પાણી આ વિસ્તારને તૃપ્ત કરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer