અંજારમાં ઊભરાતી ગટરની ચેમ્બરમાં કેબલ વાયર દેખાતાં અચંબો

અંજારમાં ઊભરાતી ગટરની ચેમ્બરમાં કેબલ વાયર દેખાતાં અચંબો
અંજાર, તા. 22 : અહીંના ગંગા નાકા પાસેથી ઊભરાયેલી ગટરમાં જીઆઈઓ કંપનીના કેબલ ગટરના પાઈપમાં દેખાતાં પોતે અચંબામાં પડી ગયા હોવાનું કોંગ્રેસી નગરસેવક જિતેન્દ્ર ચોરાટાએ જણાવ્યું હતું. શ્રી ચોટારાએ જણાવ્યું હતું કે આ સમયે વિપક્ષી નેતા અકબરશા શેખ આવતાં તેમણે પણ  કૌભાંડને જોયું હતું. અંજાર નગરપાલિકાના બાંધકામ વિભાગ, સત્તાપક્ષ તેમજ ઊચ્ચ પદાધિકારીઓની સાંઠગાંઠથી લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે તેની તપાસ કરાય તો કેટલાયના પગ નીચેથી રેલો નીકળે તેમ છે. છેલ્લા 24 વર્ષથી અંજાર નગરપાલિકાનું એકચક્રી શાસન ભાજપનું છે ત્યારે રાક્ષસી બહુમતીના જોરે સત્તાધીશો ફુલ્યા-ફાલ્યા છે. વારંવાર વિપક્ષ દ્વારા લોકહિતના પ્રશ્નો, ભ્રષ્ટાચાર, કર્મચારીઓનું શોષણ, નબળી ગુણવત્તાનાં રસ્તા હોય કે આપાતકાલીન સમયે તકનો લાભ લઈને કરવામાં આવતા કાર્યોમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોય છે, તે અવારનવાર ઉજાગર કરવામાં આવતું હોય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ કૌભાંડના જડમૂળ સુધી પહોંચીને જરૂર પડયે ન્યાયપાલિકાના દ્વાર ખટખટાવવામમાં આવશે તેવું કોંગ્રેસી નગરસેવક શ્રી ચોટારાએ યાદીમાં જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer