ડુમરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે આગના બનાવથી ભય ફેલાયો

ડુમરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે આગના બનાવથી ભય ફેલાયો
કોઠારા, તા. 22 : અબડાસા તાલુકાના ડુમરા જવાહરનવોદય વિદ્યાલય ખાતેઆજે સાંજે કમ્પાઉન્ડમાં આગ લાગતાં ભયનો માહોલ ખડો થયો હતો. અંદાજિત એકાદ એકરમાં આગથી ઘાસ બળી ગયું હતું.અચાનક લાગેલી આગની જાણ પ્રિન્સિપાલે સરપંચ રાજેશ્વરીબેન ગઢવીને કરતાં ગામના ટેન્કરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી ઓલવાઈ હતી. ત્રણેક મહિના અગાઉ પણ અહીં આગનો બનાવ બન્યો હતો. અહીં કમ્પાન્ડની અડધી દીવાલ ન હોવાથી આવા બનાવો વારંવાર બની રહ્યા છે તેવું જાગૃતોએ જણાવ્યું હતું.જો કે આ બાબતે રજૂઆતો કરાઈ છે.આજના આ બનાવથી કોઠારા પોલીસના ફોજદાર એચ.એચ. જાડેજા, હેડ કો. બલભદ્રસિંહ રાણા, પ્રકાશ વજીર મહેશ ચૌધરી સહિતના સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer