ભચાઉ તાલુકાના સાત ગામોમાં કોરોનાનો થયેલો પગપેસારો

ભચાઉ, તા. 22 : તાલુકામાં સાત ગામમાં કોરોના પોઝિટિવ પહોંચી ગયો છે. શહેરની પૂર્વમાં 5 કિ.મી. વોંધ અને પશ્ચિમમાં 7 કિ.મી. ચોપડવા સુધી પોઝિટિવ છે. ગઈકાલે રાત્રે ચોપડવા ગામે  વાળુ-પાણી કરવા માટે આ પરિવાર બેસવાની તૈયારીમાં હતો ત્યારે આરોગ્યની ટીમ પહોંચી હતી અને આપના પરિવારમાં એક સભ્યનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગાડીમાં બેસી જાવ... આ સાંભળી પરિવાર આકુળ-વ્યાકુળ થઈ ગયો હતો. મુંબઈ સુખી જીવન જીવતો પરિવાર 10મીએ ઘરમાં ક્વોરેન્ટાઈન કરાયો હતો. આજે એક સદસ્યનો પોઝિટિવ રિપોર્ટ આવતાં અન્ય સાથી દસ પરિજનો, બાળકો, મહિલાઓ ડરી ગયા હતા. પરિવારના    દસ સભ્યોને ભચાઉ પંચાયત ગેસ્ટ હાઉસમાં રખાયા છે.સંધ્યાકાળે પોઝિટિવ પરિવારને લેવા આવેલી ટીમ મધરાતે દોઢેક વાગ્યે સમજાવટ બાદ પોલીસ આવતાં ભચાઉ તરફ રવાના થઈ હતી.1100ની વસતીવાળા ચોપડવામાં મુખ્ય કણબી-પાટીદારોની વસતી છે, તેમાં 156 પૈકી હવે 56 સભ્યો ક્વોરેન્ટાઈન છે. સો નાગરિકોના 14 દિવસ થઈ ગયા છે. ચારેક દિવસ પહેલાં જ ગામ સરપંચ ક્વોરેન્ટાઈનમાંથી બહાર આવ્યા હતા. ચોપડવાની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી. ગામ આખું સેનિટાઈઝ કરાયું હતું. પોઝિટિવ પરિવારના મકાનને બન્ને દરવાજે તાળાં લગાવી દીધા છે. બહાર આંગણું સેનિટાઈઝ કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer