કોરોના : અજય દેવગણની `ભુજ''ની રજૂઆત ઠેલાઈ

નવી દિલ્હી, તા.22 : કોરોના વાયરસને કારણે વર્ષ 2020નું ફિલ્મ ટાઈમટેબલ સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત બન્યું છે. માર્ચથી અત્યાર સુધીમાં અનેક ફિલ્મોની રિલીઝ અટવાઈ છે તેવામાં મળતા હેવાલ મુજબ અજય દેવગનની `ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ની રજૂઆત પણ ઠેલાઈ છે. આ ફિલ્મ અગાઉ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિને રજૂ થવાની હતી. અખબારી અહેવાલ મુજબ  હવે આ ફિલ્મને વિજયદિવસ (16 ડિસેમ્બર)ના રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. તે જ દિવસે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને 49 વર્ષ પણ પૂરાં થવા જઈ રહ્યાં છે. ભારત-પાક યુદ્ધ દરમ્યાન કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામની વીરાંગનાઓની કથા કહેતી આ ફિલ્મમાં અજય દેવગન સ્કવોડ્રન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છમાં કરવામાં આવ્યું છે અને હજુ આ ફિલ્મનું એક એક્શન શેડયૂલ બાકી છે જેને કારણે રિલીઝને ઠેલવામાં આવી   હોવાનું   જાણવા મળી રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer