ભદ્રેશ્વર જૈન તીર્થ હોમ ક્વોરેન્ટાઇન લોકોથી મુક્ત રાખવા માટે રજૂઆત

મુંદરા, તા. 22 : કચ્છ જિલ્લામાં રાજ્ય બહારથી તેમજ જિલ્લા બહારથી જે લોકો આવી રહ્યા છે તેવા લોકોને  ધાર્મિક સ્થળો પર કવોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.  જે સ્થળો ગ્રામ્ય વિસ્તારોની ખૂબ જ નજીક હોવાથી સંક્રમણ?ફેલાવાનો ખતરો?ખૂબ જ વધી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામનું વસઇ જૈન તીર્થ જે ગ્રામ્ય વિસ્તારથી ખૂબ જ નજીક તેમજ અડીને આવેલું છે તે તીર્થસ્થાનમાં હાલમાં રાજ્ય બહારથી આવતા સંક્રમિત લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે, તે તીર્થસ્થાન પર ગ્રામ્ય વિસ્તારના લોકો કાયમી તેમજ રોજંદારીના કામો માટે જતા હોય છે. ભદ્રેશ્વર ગામની વસતી અલગ અલગ રીતિ-ધર્મમાં માનનરી છે તેમજ તેમાં અમુક લોકો અશિક્ષિત પણ છે કે જે આવી ભયાનક મહામારીની ગંભીરતા ન સમજી શકે જેના કારણે આ મહામારી મોટું સ્વરૂપ ધારણ કરે અને ગ્રામ્ય વિસ્તારને ભરડામાં લે તેવી દહેશત?ફેલાતી રહી છે તેવું જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું. ભદ્રેશ્વરના વસઇ જૈન તીર્થને જૈનધર્મના ધર્મગુરુઓ માટે ચોમાસાના ચાર માસ દરમ્યાન ધાર્મિક પ્રવૃત્તિ સુરક્ષિત રીતે કરી શકે તે માટે અનામત રાખવા તેમજ બહારથી આવતા સંક્રમિત લોકોને ગ્રામ્ય વિસ્તારથી દૂર હોટલ, રિસોર્ટ, રણ વિસ્તારના  ટેન્ટ હાઉસ તેમજ  અન્ય અલાયદી જગ્યાએ રાખવામાં આવે તેવી ગ્રામજનો વતી તેમણે મુખ્યમંત્રી પાસે લેખિત માગણી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer