ફિઝિયોથેરાપીના ભળતા નામે થતી સારવાર અંગે સાવચેત રહેવા અપીલ

ગાંધીધામ, તા. 22 : ગુજરાતભરમાં ફિઝિયોથેરાપીના ભળતા શબ્દોનો ઉપયોગ કરી માત્ર ધારણા આધારિત સારવાર પધ્ધતિ તળે સેવા આપનારા તત્વોથી  સાવધાન  રહેવા ગુજરાત ગર્વમેન્ટ ફિઝિયોથેરાપીસ્ટ એસોસિએશને  અનુરોધ  કર્યો છે. સંગઠને એક યાદીમાં કહ્યું હતું કે   રાજયભરમાં  થેરાપી, ન્યુરોથેરાપી સહિતના  ફિઝિયોથેરાપીને ભળતા શબ્દોનો ઉપયોગ કરી  અનુમાનોના આધારે તથા થોડા  દિવસના અનુભવના આધારે  કેટલાક  તત્વો  દર્દીઓને સારવાર આપી તેને ગેરમાર્ગે દોરે  રહી રહ્યા છે. ફિઝિયોથેરાપીએ પણ ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ સાડા ચાર વર્ષનો   અન્ય તબીબી અભ્યાક્રમ જેવો  અભ્યાસક્રમ છે. આવા ભળતા નામ સાથેના કેન્દ્રમાં સારવાર લઈ છેતરાયેલા દર્દીઓ ગુજરાત ફિઝિયોથેરાપી અધિનિયમ 2011ના  નિયમો તળે ફરિયાદ  કરી શકે છે. દર્દીઓને ગુજરાત ફિઝિયોથેરાપી કાઉન્સિલ  દ્વારા  પ્રમાણિત ફિઝિયોથેરાપીસ્ટ તબીબ પાસે  જ સારવારનો આગ્રહ રાખવો જોઈએ તેવું   પ્રમુખ ડો. હાર્દિક ભટ્ટ તથા ઉપપ્રમુખ ડો.ભાવેશ જાગડે એક યાદીમાં  જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer