બોર્ડ પરીક્ષામાં કચ્છના પ0 છાત્રે ગેરરીતિ આચરી

ભુજ, તા. 22: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ?માસમાં લેવાયેલી ધો. 10 અને 12ની પરીક્ષામાં કચ્છના પ0?જેટલા છાત્રોએ ગેરરીતિ આચરી હોવાની વિગતો સીસી ટીવી ફૂટેજ નિરીક્ષણ કામગીરી દરમ્યાન બહાર આવી છે.  જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિએ આપેલી વિગતો મુજબ માર્ચ-2020ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી., એચ.એસ.સી. (સા.પ્ર. - વિ.પ્ર.)ની પરીક્ષાઓ સી.સી. ટી.વી. રેકોર્ડિંગ સાથે લેવાઈ હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ કચ્છ જિલ્લામાં ધો. 10 અને ધો.?12 મળી કુલ પ0?કેન્દ્રો અને 161 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાઈ હતી. જે તમામ કેન્દ્રોનું સી.સી. ટી.વી. રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષાના અંતે આ તમામ રેકોર્ડિંગનું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા બોર્ડ?દ્વારા અપાયેલી ગાઈડ લાઈન મુજબ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણની પ્રક્રિયા પરીક્ષા ઝોન પ્રમાણે ટીમ બનાવી કરવામાં આવી હતી. જે મુજબ ભુજ, અંજાર અને નખત્રાણાના કુલ પાંચ?ઝોન મળીને પાંચ અલગ-અલગ ટીમો દ્વારા નિરીક્ષણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ પ્રક્રિયા દરમ્યાન ચાલુ વર્ષે ધો. 10માં વિજ્ઞાન ટેક. વિષયમાં સાત, ગણિત વિષયમાં 13 મળી કુલ 20, જ્યારે ધો. 12 સા.પ્ર. માં અર્થશાત્રમાં ત્રણ, અંગ્રેજી 21, અંગ્રેજી પ્ર. ભાષામાં બે, હિન્દીમાં ચાર મળી કુલ 30 ગેરરીતિના કેસ નોંધાયા હતા. જે તમામ કેસ તેમના વીડિયો ફૂટેજ સાથે બોર્ડને મોકલી દેવામાં આવ્યા છે. ચાલુ વર્ષે કોરોના પરિસ્થિતિને લઈને બોર્ડ દ્વારા અપાયેલી સૂચના અનુસાર ગેરરીતિમાં જણાયેલા કોઈ પણ ઉમેદવારને જિલ્લા કક્ષાની સુનાવણી માટે બોલાવેલા નથી. જિલ્લા શિક્ષણ કચેરીના ઈ.આઈ. વસંતભાઈ તેરૈયા, ભૂપેન્દ્રસિંહ વાઘેલા, શ્રી મન્સૂરીએ નિરીક્ષણ કાર્યમાં સહયોગ આપ્યો હતો. કચેરીના એ.ઈ.આઈ. જી. જી. નાકરએ જિલ્લાના સી.સી. ટી.વી. નોડલ અધિકારી તરીકે તેમજ સંદીપભાઈ ત્રિવેદીએ જિલ્લા ટેકનિકલ કર્મચારી તરીકે ફરજ બજાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer