દિવંગત રાજીવજી ભારતના સ્વપ્નદૃષ્ટા હતા

દિવંગત રાજીવજી ભારતના સ્વપ્નદૃષ્ટા હતા
ભુજ, તા. 21 : ભારતના પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીને જિલ્લા કોંગ્રેસે આજે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને તેમને અખંડ ભારતના સ્વપ્નદૃષ્ટા ગણાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસે આજે જારી કરેલી યાદીમાં એવો છબરડો વાળ્યો હતો કે, રાજીવજીની જન્મ જયંતીને પ્રસંગે અંજલિ અપાઈ હતી. ખરેખર દિવંગત વડાપ્રધાનની આજે 21મીના પુણ્યતિથિ હતી. પરંતુ જિલ્લા કોંગ્રેસે તેની ખરાઈ કર્યા વિના કાર્યક્રમ યોજ્યો હોવાનું પ્રતિપાદિત થાય છે. સદ્ગત વડાપ્રધાનને જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, આગેવાનો ગનીભાઈ કુંભાર, ડો. રમેશ ગરવા, ધીરજ દાફડા, ઈલિયાસ ઘાંચી, જગદીશ ઠક્કર, મનોજ રામજાની, રાજેશભાઈ ત્રિવેદી, ધીરજભાઈ રૂપાણી, રોબિન શાહ, શક્તિસિંહ ચૌહાણ, અંજલિ ગોર હાજર રહ્યા હતા. આયોજન સેવાદળના સંગઠક રઘુવીરસિંહ જાડેજા, કિશન પટ્ટણીએ કર્યું હોવાનું પ્રવક્તા દીપક ડાંગરની યાદીમાં જણાવાયું હતું. રાપરમાં અંજલિ દરમ્યાન એક અલગ યાદીમાં રાપર વિભાગના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાના રાપર ખાતેના કાર્યાલયમાં પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્યના પ્રતિનિધિ ભચુભાઈ આરેઠિયા, મિતુલભાઈ મોરબિયા, કાન્તિલાલ ઠક્કર, સહદેવસિંહ જાડેજા, વિનયભાઈ, નરપતસિંહ વાઘેલા, દિનેશભાઈ કારોત્રા, મહાવીરસિંહ જાડેજા, પરબતભાઈ પટેલે અંજલિ આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer