ભુજમાં સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફનું સારી કામગીરી બદલ સન્માન કરાયું

ભુજમાં સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફનું સારી કામગીરી બદલ સન્માન કરાયું
ભુજ, તા. 21 : સમાજમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવામાં આવે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ માટે લોકો દ્વારા સારા શબ્દો બોલવામાં આવે. આ કર્મચારી કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવે ત્યારે કેટલી ખુશી આ કર્મચારીને મળે તેવું કોરોના વોરિયર્સ ભુજ સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓના સન્માન કાર્યક્રમમાં જણાવાયું હતું. રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટના કાર્યાલયની પ્રથમ વાર્ષિકદિનની પૂર્વ સંધ્યાએ ટ્રાફિક બ્રાન્ચ ઓફિસે ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટ દ્વારા લોકડાઉન શરૂ થતાં તમામ ચોકીઓ તથા પોલીસ સ્ટેશન અન્ય શાખામાં ચા-નાસ્તાની અવિરત સેવા ભુજ સિટી ટ્રાફિકના પી.એસ.આઈ. વનરાજસિંહ ઝાલાના માર્ગદર્શનમાં કરાઈ હતી. લોકડાઉન-3 પૂર્ણ થતાં ટ્રસ્ટ દ્વારા આ કાર્ય પૂર્ણ જાહેર કરાયું છે અને ભુજ શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ શ્રી ઝાલાનું ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પૂજારા, મંત્રી મહેશભાઈ કંસારા, ખજાનચી રાજુભાઈ સંગોઈ, હરેશભાઈ પૂજારા અને રાજુભાઈ પુરોહિત દ્વારા સન્માન કરાયું હતું.  સાથે ટ્રાફિક શાખાના 18 કર્મચારીઓનું પણ હોદ્દેદારો અને સભ્યો દ્વારા સન્માન કરાયું હતું. ટ્રસ્ટના કાર્યને આર્થિક સહયોગ સિનિયર સિટીઝન કાઉન્સિલ કચ્છ ડો. જે. કે. દબાસિયા, અરવિંદ શંકરલાલભાઈ ઠક્કર, રાજકોટ નાગરિક સહકારી બેન્ક સ્ટાફ-ભુજ, અર્ચના એજન્સી, ભરતભાઈ ગઢવી, સુનીલભાઈ ભાનુશાલી, નિરાલીબેન સંઘવી, વિમળાબેન શાહ, નીતિબેન સોમૈયા દ્વારા અપાયો હતો. કાર્યક્રમમાં ટ્રાફિક શાખાના રાજેન્દ્રસિંહ જાડેજા, નજીર હુસેન અબડા, અશોકભાઈ બારોટ, લહેરીભાઈ બારોટ, હિતેન્દ્રભાઈ ગઢવી, મહેશભાઈ મજેઠિયા, રજાકભાઈ કૈકા, પ્રકાશભાઈ રામાનંદી, વિમલભાઈ ગોડેશ્વર, હિરેનભાઈ પટેલ, પંકજભાઈ મોઠિયા, દશરથભાઈ માંગુઠા, મધુસુદનસિંહ ઝાલા, અજયસિંહ જેઠવા, મહિલા કોન્સ્ટેબલ દક્ષાબા વાઘેલા, આશાબેન પાયલનું સન્માન કરવામાં આવ્યું હતું.  ટ્રસ્ટના દિલીપભાઈ પૂજારા, અનિલભાઈ છાત્રાળા, નીતિનભાઈ મકવાણા, જે. એમ. સોની, મનોજભાઈ ઠક્કર, જે. કે. કંસારા, ભવાનભાઈ ઠક્કર, મુકેશભાઈ રાઠોડ, ગિરીશભાઈ સાવલા, જયેશભાઈ સોનેટા, રાકેશભાઈ પૂજારા, વંશ પૂજારા, જીત ઠક્કરે જહેમત લીધી હતી. સંચાલન મહેશભાઈ એમ. કંસારા -મંત્રીએ કર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer