ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામેના જંગ માટે વિવિધ કામગીરી

ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામેના જંગ માટે વિવિધ કામગીરી
ગાંધીધામ, તા. 21 : માર્ચ મહિનાથી કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારથી મે મહિનાના બીજા સપ્તાહ સુધી ગાંધીધામ તાલુકો કોરોનામુકત હતો. પરંતુ મુંબઈ કનેકશનના લોકો બહારથી આવવાના શરૂ થયા બાદ આ તાલુકામાં પણ અત્યાર સુધી  એક કેન્સરગ્રસ્ત મહિલા  સહિત પાંચ એકિટવ કેસ છે. સંકુલમાં કોરોનાને નાથવા માટે તાલુકા આરોગ્યની ટીમ દ્વારા સઘન કાર્ય આદરાયું છે. તાલુકા આરોગ્ય અધિકારી ડે.દિનેશ સુતરિયા અને વિનોદ ગેલોતરના માર્ગદર્શન હેઠળ તાલુકાના પ્રાથમિક અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે 7,213 હેલ્થ કાર્ડ બનાવાયા હતા. આ  ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, અને દક્ષિણ ભારત જતી ટ્રેનોમાં જતા મજૂરોનું કાર્ગો ઝૂંપડપટ્ટી, સી.જી.ગીદવાણી સ્કૂલ, રેલવે સ્ટેશન અને સેન્ટરો ઉપર 5000થી વધુ લોકોનું ક્રીનિંગ કરાયું હતું. જેમાં ડો.નિશાન ચૌહાણ, ધવલ બકુત્રા, ડો.આનંદ વઢવાણા, ડે.પ્રિન્સી ચૌહાણ, ડો.રીન્કલ પટેલ, ડો.લતિકા, ડો.હર્ષદ પટેલ, ડો.વંદના, ડો. ચેતના સતાપરા, ડો.રમેશ, મલ્ટીપર્પઝ મેઈલ, ફીમેઈલ વર્કર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.  સી. જી. ગીદવાણી  ગાંધીધામ, અંતરજાળ ખાતેના સેલ્ટર હોમમાં નિયમિત આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ડો.પાયલ કલ્યાણી, અને ભાવિન ઠક્કર અને કાર્યરત સ્ટાફ હરિઓમ કોવિડ હોસ્પિટલ ખાતે કામગીરી સંભાળી રહ્યા છે. પોઝિટિવ કેસ આવે એટલે 108ના દિનેશ રાઠોડ, ખોડાભાઈ, અને હરિઓમ હોસ્પિટલની એમ્બયુલન્સ તૈયાર હોય છે. વિસ્તારને કવોરેન્ટાઈન કરવા, સર્વે કરવો, સંપર્કમાં આવેલા લોકોને સંસ્થાકીય કવોરેન્ટાઈન કરવા સહિતની કામગીરી  વિનોદ, કાંતિ અને અન્ય સ્ટાફ સંભાળે છે. જયારે લીલાશાહ કુટીયા ખાતે ડો. રવિ કાનાણી લોકોના આરોગ્યની તપાસ, શું શું ખોરાક આપવો સહિતની નાનામાં નાની બાબતોની કામગીરી સંભાળી રહ્યા છે. તેમજ ડો.નીરવ કોટક, વિનય, ચંદુભાઈ ચારણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ કલેકશન કરી રહ્યા છે. રિપોર્ટીંગની કામગીરી પ્રકાશ, રમેશ અને ઓપરેટરો કરી રહ્યા છે. આશા બહેનો અને આરોગ્યના સ્ટાફના પ્રયાસથી તાલુકામાં જનજાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer