શ્રમિકોની વહારે સોનિયાજી

સંપાદકીય... કુન્દન વ્યાસ- કેન્દ્ર અને રાજ્યોની સરકારો અર્થતંત્રની ગાડીને પાટા ઉપર ચડાવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓની વીડિયો કોન્ફરન્સ આજે શુક્રવારે યેજી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પ્રથમ વખત કોંગ્રેસ પ્રમુખે બોલાવેલી આવી બેઠકમાં હાજરી આપનારા છે.છેલ્લા વીસ-પચ્ચીસ દિવસમાં લાખો શ્રમિકો મોટે ભાગે બિહાર, ઉત્તરપ્રદેશ પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને શ્રમિકોને રોજી-રોટીનો પ્રબંધ કરવા અને રાજ્યમાં કાયમી વસવાટ કરી શકે તે માટે નાના-મધ્યમ ઉદ્યોગો શરૂ કરવાની તૈયારી કરી છે. આ સાથે જૂના -પુરાના કામદાર કાયદા રદ કરીને - અથવા તેમાં સુધારા કરીને ઉદ્યોગપિતઓને મૂડીરોકાણ માટે આકર્ષવાનાં પગલાં લીધાં છે - આપત્તિના આ સમયમાં વિપક્ષ-કોંગ્રેસને અવસર મળ્યો છે ! શ્રમિકોની નોંધણી - ડેટાબેઝ તૈયાર કરાવે છે અને `કામદાર વિરોધી કાનૂની પગલાં' સામે આંદોલન શરૂ કરવા માગે છે.ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ - ભાજપ શાસિત રાજ્યોમાં કામદાર કાયદા સુધારવાની શરૂઆત થઇ છે, તે સામે જેહાદ -આંદોલન જગાવવાનો વ્યૂહ કોંગ્રેસનો છે. ગરીબ-શ્રમિકોને બચાવવાના - `સમાજવાદી' સૂત્ર ફરીથી ગાજશે. સોનિયા ગાંધીની આજની `વીડિયો કોન્ફરન્સ'માં અઢાર વિપક્ષી નેતાઓ હાજરી આપશે-પણ ઉત્તરપ્રદેશના માયાવતી તથા અખિલેશ યાદવ અને બંગાળના મમતાદીદી હાજરી  આપશે ? એ જોવાનું છે.મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની હાજરી સૂચક છે. એમણે કેન્દ્ર સરકારને સહકાર આપીને કેન્દ્રીય સહાયની નોંધ જાહેર નિવેદનમાં લીધી છે. વડાપ્રધાન મોદીના-આત્મનિર્ભરના વિચાર ટાંકીને આગળ વધ્યા છે, રાજકારણને અલગ રાખીને રાષ્ટ્રભાવના બતાવી છે, પણ હવે વિપક્ષની છાવણીમાં જાહેરમાં જોડાવા માટે શરદ પવારની સલાહ જરૂર હશે, ઉપરાંત પૂર્વ મુખ્યપ્રધાન-દેવેન્દ્ર ફડણવીસ સતત એમની પાછળ પડયા છે અને ટીકાપ્રહારો કરતા રહે છે તે મુખ્યકારણ છે. મુખ્યપ્રધાનને તાજું-છેલ્લું કારણ પણ ફડણવીસે અને રાજ્યપાલે આપ્યું છે. આગલા દિવસે રાજ્યપાલને મળીને ભાજપના નેતાઓએ આવેદન આપ્યું કે રાજ્ય સરકાર કોરોના સામે નિષ્ફળ ગઇ છે.કામદારોની હિજરત અને હેરાનગતિ જણાવી, ગણાવી. આ પછી રાજ્યપાલે-બુધવારે સાંજે મુખ્યપ્રધાન અને બીએમસીના ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા-ચર્ચા-વિચારણા માટે. મુખ્યપ્રધાન ગયા નહીં-અન્યત્ર વ્યસ્ત હતા. જો કે, ફોનમાં વાત કરી હતી કે નહીં આવી શકાય.કોરોના વાયરસ-મહામારીની શરૂઆત થઇ ત્યારે સોનિયાજીએ સરકારને પૂર્ણ સહકાર આપવાની જાહેરાત કરી હતી. પ્રથમ બે લોકડાઉન તબક્કા સુધી રાજકીય વાતાવરણ સુમેળભર્યું લાગતું હતુ,ં પણ વિપક્ષી નેતાઓને મોદી એ સફળતાનો યશ ખાટી જાશે એવી ચિંતા તો હતી. આ દરમ્યાન લોકડાઉન લંબાતાં પી. ચિદમ્બરમે્ સરકાર સામે આક્રમક નિવેદનોની શરૂઆત કરી, દેશભરમાં શ્રમિકોની હિજરત શરૂ થઇ તે પહેલાં મુંબઇના બાંદરા રેલવે સ્ટેશને હજારો શ્રમિકોનો ધસારો થયો-કોઇએ અફવા ફેલાવી કે સ્પેશિયલ ટ્રેઇન ઉત્તરપ્રદેશ માટે ઊપડશે... એકઠી થયેલી ભીડમાં કોઇ બેગ-બિસ્તરા લઇને આવ્યા ન હતા, અફવાના મૂળ સુધી તપાસ પહોંચી નથી ! 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer