ક્રિકેટનું આયોજન હવે ચોમાસા બાદ જ શક્ય

નવી દિલ્હી, તા. 21 : બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) રાહુલ જોહરીએ કહ્યંy છે કે, દેશમાં પ્રતિસ્પર્ધી ક્રિકેટની ગતિવિધિ હવે ચોમાસા બાદ જ શરૂ થઈ શકશે. જો કે, તેઓ આ વર્ષે આઇપીએલનાં આયોજન પર આશાવાદી છે. જોહરીએ કહ્યંy અમારી પહેલી પ્રાથમિકતા ખેલાડીઓની સુરક્ષા છે. એક વેબિનારમાં ભાગ લેનાર બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીના મતે કોરોનાની મહામારી વચ્ચે ખેલાડીએ ખુદ જ નિર્ણય લેવાનો રહેશે કે તે મેદાન પર ક્યારે વાપસી કરી શકે છે. બીસીસીઆઇ કેમ્પનાં આયોજનો જલ્દીથી કરશે. ભારતમાં ચોમાસું સપ્ટેમ્બર સુધી સક્રિય રહે છે. આ જોતા એવી અટકળો થઈ રહી છે કે જો ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ સ્થગિત કરવામાં આવશે તો આઇપીએલનું આયોજન ઓક્ટોબર - નવેમ્બરમાં થશે. જોહરીએ કહ્યંy કે, આ બધી વસ્તુમાં સુધારો થશે અને અમને વિકલ્પ મળશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer