કોરોના વધે નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્રના વડાઓને મુખ્યમંત્રીની તાકીદ !

ભુજ, તા. 21 : કચ્છમાં કોરોના પોઝિટિવના 21 જેટલા એકસામટા કેસ આવતાં મુખ્યમંત્રી હરકતમાં આવ્યા હોવાનું અને તેમણે જિલ્લા વહીવટીતંત્રના વડાઓને કોરોના કેસ વધે નહીં તે માટે સૂચના આપી હોવાની ચર્ચા જાગી છે. આ ચર્ચાને સમર્થન આપતી તંત્રની કાર્યવાહી થઈ રહી છે. એક તરફ સીડીએચઓની બાદબાકી થઈ ગયાનું ખુદ સીડીએચઓ જણાવી રહ્યા છે. તો માહિતી આપવાની જવાબદારી ડીડીઓના શિરે આવી છે તે પણ સિવિલ સર્જન સાથે બેઠક યોજ્યા બાદ જાહેર કરાઈ હોવાની વિગતો જાણવા મળી રહી છે. જિલ્લાતંત્ર ભલે સહમત ન થાય પણ કંઈક થઈ રહ્યું છે જે કચ્છના હિતને નુકસાન કરનારું ન નીવડે તેવી અપેક્ષા બિનસત્તાવાર સૂત્રો સેવી રહ્યા છે. દરમ્યાન સીડીએમઓ ડો. બૂચને ડીડીઓ સાથેની બેઠક અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે ગઈકાલથી રોજ સાંજે 6.30 વાગ્યે દરેક જિલ્લાની વીડિયો કોન્ફરન્સ કમિશનર દ્વારા યોજાઈ રહી છે. તેમાં જોડાવા જિલ્લા પંચાયતમાં ગયા હતા. ડીડીઓનો મોબાઈલ પર સંપર્ક થઈ શક્યો નહોતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer