ભુજમાં જુગાર રમી રહેલા ત્રણ ખેલી કાયદાની ઝપટે

ભુજ, તા. 21 : શહેરમાં મુંદરા રોડ સ્થિત ભાનુશાલી નગર વિસ્તારમાં રિલાયન્સ મોલ સામેના છકડા સ્ટેન્ડ ઉપર જુગાર રમી રહેલા ત્રણ જણને પોલીસે દરોડો પાડી પકડી પાડયા હતા. ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકની ટુકડીએ પાડેલા આ દરોડામાં તીનપત્તીનો જુગાર રમવાના આરોપસર ભુજના ધર્મેશગિરિ હિરાગિરિ ગોસ્વામી, માધાપરના વાસુદેવ મુળજી ઠકકર અને ભુજના સલીમ જુમા ઓડિયાણને રૂા. 6990ની રોકડ સાથે ઝડપાયા હતા અને તેમની સામે ગુનો દાખલ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer