અંજારમાં બંધ શાળાઓમાં ચોરી માટે થયેલા પ્રયાસો સી.સી. ટી.વી. કેમરામાં ઝડપાયા

ભુજ, તા. 21 : અંજાર શહેરમાં લોકડાઉન અને વેકેશન અન્વયે બંધ પડેલી નગરપાલિકા સંચાલિત શાળાઓમાંથી ચોરીચપાટી શરૂ થયાનું બહાર આવ્યું છે. આવી કેટલીક હરકતો શાળામાં લાગેલા સી.સી. ટી.વી. કેમેરામાં પણ ઝડપાઇ છે. સુધરાઇની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પારાધીવાસ ખાતેની શાળા નંબર 8 તથા સવાસર નાકે લોહાણા મહાજનવાડી સામે આવેલી શાળા નંબર 4 ખાતે તસ્કરી અને તેના પ્રયાસની ઘટનાઓ બની છે. શાળા નંબર 8 ખાતે વર્ગખંડના દરવાજા તોડી પંખાની તસ્કરી થઇ છે. જયારે શાળા નંબર ચાર ખાતે પાણીની ટાંકી ચોરી જવાનો પ્રયાસ થયો હતો. શાસનાધિકારીના જણાવ્યા મુજબ ચોરીચપાટીની આવી હરકતો સી.સી. ટી.વી. કેમેરામાં જોવા મળી છે. આ બાબતે પોલીસને વાકેફ કરીને પેટ્રોલીંગ વધારવાની માગણી પણ કરાઇ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer