ભુજમાં મસાલા વેચનારાનો ડખ્ખો વકરતાં હુમલો કરાયો

ભુજ, તા. 21 : શહેરના કોટ અંદરના વિસ્તારના પ્રવેશદ્વાર સમાન વાણિયાવાડ ચોક ખાતે હાથલારી ઉપર મસાલા વેચતા બે પરિવાર વચ્ચે ગઇકાલે ફરી ડખ્ખો વકરતાં હુમલા સહિતની ઘટના બની હોવાની ફરિયાદ લખાવાઇ છે. ગઇકાલે ઢળતી બપોરે બનેલા આ બનાવ બાબતે રીટાબેન રાજેશભાઇ તાજપરિયા (દેવીપૂજક) દ્વારા મંજુબેન ગાભાભાઇ દેવીપૂજક, પૂજાબેન કૈલાસભાઇ, શારદાબેન કૈલાસભાઇ અને કૈલાસભાઇ (રે. બધા રામનગરી) સામે ગાળાગાળી સાથે માર મારવાની ફરિયાદ લખાવાઇ હતી. એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer