ધાણેટીના ડેમમાં ડૂબી જવાથી નહાવા માટે પડેલા ગામના યુવાને જીવ ગુમાવ્યો

ભુજ, તા. 21 : તાલુકાના આહીરપટ્ટી વિસ્તારના ધાણેટી ગામના ડેમમાં નહાવા પડેલા ગામના રમેશ ભચુ મહેશ્વરી (ઉ.વ.38) નામના યુવકે અકસ્માતે ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હતો. પદ્ધર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધાણેટી ગામના ડેમમાં હતભાગી રમેશ મહેશ્વરી ગઇકાલે બપોરે નહાવા પડયો હતો. અકસ્માતે ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાથી તેનું મૃત્યુ થયું હતું. બનાવ બાબતે પોલીસને જાણ કરાતા અકસ્માત મોતની નોંધ કરાઇ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer