મિરજાપરમાં ગુપ્તી વડે હુમલો કરાતાં યુવાનને ગંભીર ઇજા

ભુજ, તા. 21 : આ શહેરની ભાગોળે આવેલા તાલુકાના મિરજાપર ગામે નવાનાકા પાસે ગુપ્તી વડે કરાયેલા હુમલામાં 29 વર્ષની વયના વાસુ પ્રેમજીભાઇ ચાવડાને માથા અને ડાબા ગાલ ઉપર ગંભીર ઇજાઓ થઇ હતી.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ મંગળવારે રાત્રે બનેલા આ કિસ્સા વિશે મિરજાપરના કરણ મહેન્દ્રભાઇ ચૌહાણ સામે ગુનો દાખલ કરાવાયો હતો. ભોગ બનનારા યુવાને તેના મિત્ર કપિલ ગોસ્વામીનો ફોન કટ કરવા વિશે અને ફળિયામાં આવવાની ના પાડવા બાબતે થયેલી બોલાચાલી વધી પડતાં આ હુમલો થયો હતો તેમ ફરિયાદમાં લખાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer