આંધ્રપ્રદેશથી ગેરકાયદે આવેલા મોવારવાંઢવાસી સામે ફોજદારી

ભુજ, તા. 21 : લોકડાઉનને લઇને આંતરરાજય આવનજાવન માટે લદાયેલા નિયમોનો ભંગ કરીને આવેલા તાલુકાના લુડીયા પાસેના મોવારવાંઢના ફારૂક હાજી ભચા નામના યુવક સામે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે આ બાબતે આપેલી માહિતી મુજબ આરોપીએ કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર કચ્છ જિલ્લામાં આંધ્રપ્રદેશથી પ્રવેશ કર્યો હતો. ગઇકાલે આ મામલો ધ્યાને આવ્યા બાદ ખાવડા પોલીસે તેની સામે જાહેરનામા ભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer