બાકી રહેતા ભુજના શેરી ફેરિયાએ આધારકાર્ડ, બેન્કની વિગતો આપી જવી

ભુજ, તા. 21 : દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સરકાર દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા ભુજ શહેરી શેરી ફેરિયાઓનો સર્વે હાથ ધરાયો હતો અને ભુજ નગરપાલિકા દ્વારા ઓળખાયેલા શેરી ફેરિયાઓને ઓળખકાર્ડ વિતરણ કરાયા હતા. કોવિડ-19ના કારણે લોકડાઉન હોવાથી શહેરી ફેરિયાઓને આજીવિકા ગુમાવવાનું જોખમ હોતાં અને તેમને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તથા આજીવિકા રક્ષણ માટે મંત્રાલય જુદા જુદા  પગલાં લઇ રહ્યું છે.ભુજ નગરપાલિકા દ્વારા લોકડાઉનના શરૂઆતના સમયે  નોંધણી થયેલા મોટા ભાગના  ફેરિયાઓની વિગતો મેળવાઇ હતી. બાકી રહેતાએ  ઓળખકાર્ડ, આધારકાર્ડ અને બેન્ક પાસ બુકની ઝેરોક્ષની વિગતો ટાઉનહોલ ખાતે હેલ્થ ક્રીનિંગ કાર્ડકઢાવતી વખતે - રિન્યૂ કરાવતી વખતે સાથે લઇ આવવા અને આગામી તા. 26/5 સુધી કચેરીની એન.યુ.એલ.એમ.  શાખા રૂમ નં. 18માં પહોંચતી કરવા તથા વધુ માહિતી માટે શાખા મેનેજર કિશોર શેખાના મો.નં. 99251 70507 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer