ભુજમાં અમદાવાદના તબીબે રોગપ્રતિકારની ગોળીઓ આપી

ભુજ, તા. 21 : મૂળ ભુજના હાલે અમદાવાદના ડો. પાર્થ માંકડ દ્વારા હોમિયોપેથિક ગોળીઓ સત્યમ સંસ્થાને મળતાં તેનું વિતરણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં માઈક સિસ્ટમ સાથેના વાહનમાં કરવામાં આવ્યું હતું.અમદાવાદના હોમિયોપેથ ડો. પાર્થ માંકડ દ્વારા આયુષ મંત્રાલય દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિયોપેથિક ગોળીઓ મંજુલાબેન લક્ષ્મીલાલ માંકડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સત્યમ સંસ્થાને આપી હતી. શહેરના પાંચ નાકા છઠ્ઠી બારી અને ચારે રિલોકેશનસાઈટમાં વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણ વ્યવસ્થામાં સત્યના અધ્યક્ષ દર્શક અંતાણી, ઘનશ્યામ લાખાણી, મધુભાઈ ત્રિપાઠી, કાર્તિક અંતાણી તેમજ જટુભાઈ ડુડિયા, શિવાંગ અંતાણી તેમજ અન્યો જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer