પાક ધિરાણ ઓટો રિન્યૂ કરવા કિસાન સંઘની માંગ

ભુજ, તા. 21 : કોરોનાના કારણે જારી લોકડાઉનના લીધે ખેડૂતો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે કચ્છ ભારતીય કિસાન સંઘે વિવિધ મુદે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ માંગ્યું છે. કચ્છના ખેડૂતો હાલમાં કોઈ પાક માર્કેટમાં વેંચી શકતા ન હોવાના લીધે આ વર્ષનું પાક ધિરાણ ઓટો રિન્યૂ કરી આપવા  કચ્છના વિશાળ વિસ્તારને ધ્યાને લઈ અંજાર ઉપરાંત અન્ય સ્થળોએ કપાસના ખરીદી કેન્દ્ર ખોલવા, અન્ય ખેત પેદાશોની જેમ એરંડા માટે ટેકાના ભાવ જાહેર કરી સીસીઆઈમાં ખરીદીની વ્યવસ્થા ગોઠવવા, જિલ્લામાં ખેતીમાં મોટાભાગના ખેતમજૂરો પંચમહાલ, દાહોદની આવતા હોય છે. વાવણીની સિઝન શરૂ થઈ છે ત્યારે આવા ખેતમજૂરો તેમના વતનમાંથી પરત કચ્છ આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતના પ્રશ્નોને અગ્રતા આપી નિકાલ કરવાની માંગ કિસાન સંઘના અધ્યક્ષ શિવજીભાઈ બરાડિયા દ્વારા કરાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer