કચ્છમાં વધુ બે શંકાસ્પદ દાખલ

કચ્છમાં વધુ બે શંકાસ્પદ દાખલ
ભુજ, તા. 7 : કચ્છમાં કોરોના વાયરસના ચેપ બાબતે ઘરોઘર સર્વેની કામગીરી આરંભાઇ?છે જેનો 98.23 ટકા સર્વે પૂર્ણ કરાયાનો તંત્રની યાદીમાં દાવો કરાયો છે. કોરોનાના માત્ર બે જ દર્દી જી.કે. જનરલ હોસ્પિટલમાં પોઝિટિવ રિપોર્ટવાળા હોવાથી દાખલ છે. તંત્ર દ્વારા બહારથી આવતા લોકોના ક્રીનિંગની ચાલતી કામગીરી અંતર્ગત છેલ્લા 24 કલાકમાં આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં 1096 વ્યક્તિનું ક્રીનિંગ કરાયું છે. દરમ્યાન, આજે કચ્છમાં ત્રણ દર્દીના કોરેનાના પરીક્ષણ હેતુ સેમ્પલ લેવાયા હતા.આશાલડીના પોઝિટિવ રિપોર્ટવાળા મહિલા ઉપરાંત આડેસર (તા. રાપર)ના 62 વર્ષિય પુરુષ તેમજ ભચાઉ તાલુકાના કડોલના 19 વર્ષીય છોકરાના સેમ્પલ લેવાયા હતા.- કડોલનો યુવાન મુંબઇમાં કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલો તેને સૂરજબારીથી આવતી વખતે સ્ક્રીનિંગમાં તાવ હતો. તેની સાથે ટ્રકમાં ડ્રાયવર સહિત પાંચ જણ હતા.જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છ તથા આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના ક્વોરેન્ટાઇન પીરિયડમાં રાખવાની કામગીરી કરાય છે. તે અંતર્ગત કુલ 3418માંથી 3376 વ્યક્તિને ઘરમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 6544 વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા જેમાંથી 3168 વ્યક્તિએ 14 દિવસનો ક્વોરેન્ટાઇન પીરિયડ પૂર્ણ કર્યો છે. જિલ્લામાં ઇન્સ્ટિટયુશનલ ક્વોરેન્ટાઇન હેઠળ 113 વ્યક્તિને રાખવામાં આવ્યા છે જેમાંથી 71 વ્યક્તિને મુક્ત કરાતાં હાલમાં 42 વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ 3376 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.      24 કલાકમાં 1096 વ્યક્તિનું ક્રીનિંગ  ભુજ, તા. 7 : કોરોના વાયરસના પગલે જિલ્લા તંત્ર?દ્વારા ક્રીનિંગ કરાયું છે તે પૈકી ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં 1096 વ્યક્તિનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાં 128 સ્થાનિક વ્યક્તિનો સમાવેશ?થાય છે. અત્યાર સુધી કુલ 39,772 લોકોનું ક્રીનિંગ કરાયું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 36 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 34 નેગેટિવ આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer