કચ્છમાં દાતાઓના સહયોગે સેવાયજ્ઞો નિરંતર

કચ્છમાં દાતાઓના સહયોગે સેવાયજ્ઞો નિરંતર
ભુજ, તા. 7 : કોરોના મહામારીને હઠાવવા સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે કચ્છમાંયે ધંધા-રોજગાર ઠપ થઈ જતાં શ્રમજીવીઓ, જરૂરતમંદોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તેવામાં અનેક દાતાઓના સહયોગે રાશનકિટ, ભોજન, માસ્ક સહિતના સેવાયજ્ઞો નિરંતર ચાલી રહ્યા છે. ભુજના  વોર્ડ નં. 6ના નગરસેવિકા અને ભુજ નગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન ગોદાવરીબેન કાંતિલાલ ઠક્કર દ્વારા તમામ સફાઈ કર્મચારીઓ, વોર્ડમેન, વાલ્વમેન માટે દરરોજ ચાયની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ સવારે 10 કલાકથી 2 કલાક સુધી સાંપ્રત સમયના ખરા સિપાહી એવા કોન્ટ્રાક્ટ બેઝ અને કાયમી એવા તમામ કર્મચારીઓને યથાયોગ્ય ઉપયોગી થવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભુજ : કચ્છના તમામ કલાકારોને ગુજરાતના અભિલાષ ગોડાનાં માર્ગદર્શન હેઠળ રંગમંચના કલાકારો, ઢોલી, સાઉન્ડ એડિટર, જોગી, નટ, લંગા સમાજ તથા કચ્છી વાદ્યોના કલાકારોને રાશનકિટનું વિતરણ કરાયું હતું. શાહે જીલાન યુવક મંડળ દ્વારા અનેક ગરીબ, નિરાધાર, વિધવા બહેનો તેમજ રોજનું કમાઈને ખાવાવાળા વર્ગને દાતાઓના સહયોગથી રાશનકિટનું વિતરણ સંજોગનગરમાં કરવામાં આવ્યું હતું. રાશનકિટના મુખ્ય દાતાઓ હાજી આરીફભાઈ મેમણ (ફ્રૂટવાલા), હાજી મો. અકીલભાઈ મેમણ, શંકરભાઈ એલ. સચદે, શંભુભાઈ ઠક્કર, હાજી અમીરઅલીભાઈ લોઢિયા, મર્હૂમા શેરબાનુ મજીદ કુરેશી, હાજી અસલમભાઈ સુમરા દાતાના સહયોગથી સર્વે હિન્દુ-મુસ્લિમ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા સંચાલિત મહિલા સીવણ ક્લાસની બહેનો દ્વારા માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા. જે સંજોગનગર વિસ્તારમાં મૌલાના મો. હુસેનના હસ્તે અંદાજિત 400થી વધારે માસ્કનું ઘરોઘર જઈને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સંસ્થાના પ્રમુખ મજીદ બી. કુરેશીની આગેવાની હેઠળ સંસ્થાના કમલેશ સોલંકી, ઈકબાલ આલાણી, મુસ્તાક કુરેશી, શિવમ બાયડ, દાઉદ ખત્રી, હાજી અસલમ સુમરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. ભુજ શહેર સુન્ની મુસ્લિમ લોહારવાઢા સમિતિ દ્વારા સમાજના જરૂરિયાતવાળા લોકોને દાતાઓના સહયોગથી રાશનકિટનું વિતરણ કરાય છે. સમિતિના પ્રમુખ અસલમ જામ, મંત્રી આરીફ મિત્રી, નાદીર લોહાર, સહમંત્રી મુસ્તાક લોહાર, ખજાનચી કાદર લોહાર, યાકુબ લોહાર, જુસબ મિત્રીએ જહેમત ઉઠાવી હતી. ગાંધીધામ : જાયન્ટ્સ ગ્રુપ ઓફ સહેલી, મા એનજીઓ તથા અખિલ ભારતીય મારવાડી મહિલા મંડળના ઉપક્રમે જરૂરતમંદોને 3500 જેટલી રાશનકિટનું પ્રમુખ સુમી મોદી દાનિત અને પૂર્વ પ્રમુખ અસ્મિતા બલદાણિયા દાનિત દ્વારા વિતરણ કરાયું હતું. ડો. જયશ્રી ધોન્ડે, ડો. સુરેખા સાબુ તથા અન્યો જોડાયા હતા.કોરોનાની મહામારીથી આખા વિશ્વમાં ભયનો માહોલ છે ત્યારે સમગ્ર માનવજાત અને પૃથ્વીને બચાવવા રેકી હિલિંગ પદ્ધતિથી સેવા અપાઈ રહી છે. એક માન્યતા પ્રમાણે આ પદ્ધતિમાં અવકાશમાં રહેલી અખૂટ શક્તિના સ્રોતને એકત્ર કરી નિર્ધારિત લક્ષ પર લાવવામાં આવે તો તે પરિણામલક્ષી બની શકે છે એવું રેકી ગ્રાન્ડ માસ્ટર અને અંજાર જાયન્ટ્સ સહેલી ગ્રુપના પ્રમુખ કવિતા પંડયાએ જણાવ્યું હતું. જેમાં આ પદ્ધતિ સાથે જોડાયેલા વિવિધ સ્થળોના આશરે 300 તજજ્ઞો 21 દિવસ સુધી સેવા આપશે એવું ઉમેર્યું હતું. અંજાર : સેવાની જ્યોત જગાવનાર રસોઈયા મિત્રો દ્વારા શહેરમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ દિવસ સુધી દરરોજ અંદાજે 200 જેટલા લોકોને બે સમય ભોજન અને બે સમય સવારે અને સાંજે ચાનો અનોખો સેવાયજ્ઞ ગાયત્રી મંદિર, ગાયત્રી ચાર રસ્તા રસોયાભાઈઓ તરફથી કરવામાં આવ્યો છે. જયંતીલાલ માદેવાભાઈ નાથણી, કમલેશભાઈ સોલંકી, પ્રેમભાઈ પુરોહિત, રાજુભાઈ રાજપૂત (નેપાળી), બળવંતભાઈ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ આ રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરરોજ બે જણની ટીમ જુદા જુદા વિસ્તારોમાં જાય છે અને સરકારી તમામ કચેરીઓ પેરામેડિકલ સ્ટાફને ચા-પાણીની વ્યવસ્થાની સેવા આપે છે, સાથેસાથે ભોજનની બપોરે સેવા આપવામાં આવે છે. સાંજે ખીચડી-કઢી અને રોટલી-શાક જેવું સુંદર સાત્ત્વિક ભોજન આપવામાં આવે છે. રાજેશભાઈ પુરોહિત, ભરતભાઈ ચાવડા, કેતનભાઈ પ્રજાપતિ, બળદેવભાઈ પુરોહિત, ધર્મેશભાઈ સોની, સતીશભાઈ ગેહલોત સેવા આપે છે. માંડવી : ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, માનદમંત્રી નરેન્દ્ર સુરુનાં માર્ગદર્શન હેઠળ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા દાદાવાડી વિસ્તારમાં સથવારા, દાતણિયા, પારાધી, કોલી, જોગી, મુસ્લિમ સહિતના 1000 જેટલા પરિવારોને રૂા. પાંચ લાખના દાતાઓના દાનથી મામલતદાર, નગરપતિ મેહુલભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી તથા પી.આઈ.ની હાજરીમાં રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દામજીભાઈ જોગીની આગેવાની હેઠળ જીતભાઈ સુરુ, ડાયાભાઈ ભીમાણી, ઉદય ધકાણ, નરેન સોની, રાજેશ દોશી, પુનિત શાહ સહિત હાજર રહ્યા હતા.નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે મહાવીર સ્વામી ભગવાનના 2619મા જન્મ કલ્યાણક દિને લોકોને માસ્ક, પાણીની બોટલ અને બિસ્કિટના પેકેટનું વિતરણ કરાયું હતું. આ સેવાકાર્યમાં દીપ શાહ, વર્ધમાન મહેતા, વિજયકુમાર મહેતા જોડાયા હતા.   જપુરભાઈ કુકડિયાએ પણ સહયોગ આપ્યો હતો, તેવું વી.જી. મહેતા અને દિનેશભાઈ શાહે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન તથા શીતલા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારના સહયોગથી સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે રાશનકિટનું વિતરણ કરાયું હતું. મહાસ્થાનના મહામંત્રી સંજયભાઈ ટેવાણી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ ચઠમંધરા તથા શીતલા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ સાહેલ દ્વારા માંડવી સ્થિત ગં.સ્વ. જયાબેન ચૂનીલાલ કેશવાણી પરિવારના સહયોગે અંદાજિત 20 દિવસ સુધી ચાલે એટલું રાશન અપાયું હતું. પ્રમુખ અમિતભાઈ માયરા, દિલીપભાઈ, સચિનભાઈ, સાગરભાઈ, ભૌમિકભાઈ, કુમારભાઈ, ઉમેશભાઈ, મનોજભાઈએ જહેમત ઉઠાવી હતી.કોડાય (તા. માંડવી) : દાતા રજનીકાંતભાઈ ગાલાના સહયોગે ભુજના લાયન્સનગરમાં 40 કુટુંબોને રાશનકિટ આપવામાં આવી હતી. વર્ધમાનનગરના સરપંચ જ્યોતિબેન વિકમશી, દીપકભાઈ લાલન, રાજેશભાઈ લાલન તથા વર્ધમાનનગરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. દાતા દ્વારા મુંબઈ - થાણા અને ડોંબિવલીમાં 1800 ભાઈ-બહેનોને લોકડાઉન દરમ્યાન રોજ ફૂડ પેકેટ અપાય છે તેમજ 500 કુટુંબોને રાશનકિટ અપાઈ હતી. વીશા ઓસવાળ જૈન મહાજન તથા ધર્મભક્તિ પ્રેમસુબોધસૂરિ આરાધના ભવન જૈન ટ્રસ્ટ દ્વારા કોડાય, મદનપુરા, મહાવીરનગર અને કોડાયપુલ ખાતે ફોગિંગ કરવામાં આવ્યું હતું. કોડાય રત્ન મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા ગામના દરેક ધાર્મિક સ્થળો ઉપર સેનિટાઈઝર અને બે હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજના વેપારીઓ, ચક્કીવાળાઓને માસ્ક વિતરણ કરવામાં આવશે. માસ્કની અછત વચ્ચે માસ્ક બનાવવામાં સેવા આપતા દરજીભાઈઓનો ટ્રસ્ટના અમૂલભાઈ દેઢિયાએ આભાર માન્યો હતો.મુંદરા : લોહાણા મહાજન દ્વારા પૂ. જલારામબાપાની પ્રસાદી સ્વરૂપે લોહાણા સમાજના મુંદરા, બારોઈ, વડાલા, છસરા, પત્રી સ્થિત જરૂરિયાતમંદ જ્ઞાતિબંધુઓ તથા સારસ્વત બ્રહ્મસમાજે આપેલી યાદી મુજબના પરિવારજનોમાં રાશનકિટનું વિતરણ કરાયું હતું. આ તકે મુંદરા લોહાણા મહાજનના પ્રમુખ કપિલ કેસરિયા, કચ્છ જિલ્લા રઘુવંશી સોશિયલ ગ્રુપના મહામંત્રી રાજેન્દ્ર ચોથાણી, ઉપપ્રમુખ હરેશ ઠક્કર, મંત્રી અમૂલ ચોથાણી હાજર રહ્યા હતા. જન સેવા સંસ્થા દ્વારા મુંદરા એપીએમસીના હોલસેલ વેપારીના સહયોગથી અંદાજે 1000 કિલોથી વધુ શાકભાજીનું શહેરના ખારવા વિસ્તાર, દરિયાલાલ મંદિરની સામે મફતનગરી, વાલ્મીકિ વાસ, આંબેડકરવાસ, આગાખાન સ્કૂલ નજીકની વાસહત સહિતના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરાયું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, ઈન્સ્પેક્ટર ગુલાબસિંહ જાડેજા અને રાજુભા જાડેજાનો સહયોગ રહ્યો હતો. નખત્રાણા : ચૈતન્ય આશ્રમ રામેશ્વર મંદિર ખાતે અત્યંત ગરીબ પરિવારોમાં દરરોજ 300 જેટલા લોકો માટે ખારીભાત - ભોજન આપવામાં આવે છે. જેમાં નખત્રાણા ગ્રુપના યુવાનોએ બીડું ઝડપ્યું છે. શેઠ નાનજીભાઈ ખીમજી ઠક્કર તથા શેઠ મગનભાઈ ઠક્કર તરફથી ગ્રુપને દાન અપાયું છે. તો પ્રાંત અધિકારી જી. કે. રાઠોડ દ્વારા સૂચનો આવી રહ્યાં છે. મહંત પૂ. મોહનદાસ બાપુના અધ્યક્ષ સ્થાને આ કાર્ય?ચાલી રહ્યું છે. ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, હેમેન્દ્રભાઈ કંસારા, અનિલ રાજગોર, દિનેશ જોષી, નારાણજીભાઈ, જટુભા જાડેજા, રાજુભાઈ (રસોઈયા), જેન્તીભાઈ દવે સહયોગ આપી રહ્યા છે. ગુંદાલા (તા. મુંદરા) :અહીંના સામાજિક કાર્યકર શિવજીભાઈ સોંધરા, તેમના પત્ની અને ગુંદાલા ગ્રા.પં.ના સભ્ય ચાગબાઈ, ગુંદાલા મહેશ્વરી સમાજના પ્રમુખ હરેશભાઈ સોંધરા દ્વારા પછાત વિસ્તારોના જરૂરતમંદોને રાશનકિટ, બાળકોને બિસ્કિટ પેકેટ વિ.નું વિતરણ કરાયું હતું. પત્રી (તા. મુંદરા) :દાતાના સહયોગથી પાંચસો વ્યક્તિઓને રાશનકિટનું વિતરણ કરાયું હતું. આ કપરા સમયમાં મુંબઈને કર્મભૂમિ બનાવીને મૂળ પત્રીની ચિંતા વ્યક્ત કરી દાતા તલકશીભાઈ ઉમરશીંભાઈ વીરા દ્વારા પાંચસો રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અન્નપૂર્ણા ઘરના સંચાલક હરેશગર ગોસ્વામી, સરપંચ રણછોડભાઈ આહીર, ગ્રા.પં.ના સભ્યો, યુવા ગ્રુપે રાશનકિટ બનાવવા અને વિતરણમાં સહયોગ આપ્યો હતો. અબડાસા : કચ્છ મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને સમગ્ર કચ્છના આદરણીય મુફતીએ આઝમ કચ્છ સૈયદ હાજી અહેમદશા બાવા સાહેબનાં માર્ગદર્શન હેઠળ તેમના પરિવાર અને અન્ય દાતાઓના સહયોગથી તેમના પુત્ર સૈયદ અભુભકરશા બાપુ અને સૈયદ હાજી અમીનશા બાપુનાં સંચાલન હેઠળ અબડાસા તાલુકાના છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં સર્વે કરી અને સર્વે ધર્મના જરૂરતમંદ પરિવારોને કુલ 350 રાશનકિટ વિતરણ કરવામાં આવી હતી. બંદર અને જખૌ ગામ અને આસીરાવાંઢ ગામના જરૂરતમંદ પરિવારોને ત્યાંના સ્થાનિક આગેવાનો ચંદનગિરિ ગોસ્વામી અને પીર ડાડાબાવા અને મામદભાઈ વાઘેર અને પોલીસ સ્ટાફથી શંકરભાઈ ઠક્કર અને ચાચાબાવા સહિતના અગ્રણીઓના હસ્તે તમામ જરૂરતમંદ પરિવારોને વિતરણ કરાયું હતું, તેમ પીરજાદા અબ્દુલાશા - માછીમાર એસોસીએશનના પ્રમુખએ જણાવ્યું હતું. ભચાઉ : વાગડ પ્રદેશમાં અંતરિયાળ છેવાડાના ખડીર મહાલમાં સ્વામિનારાયણ સંતો દ્વારા શ્રમજીવી જરૂરતમંદો માટે 300 જેટલા લાભાર્થીઓને અનાજ, રાશન, શાકભાજીની કિટ અપાઇ હતી. ખડીરના અમરાપર, ધોળાવીરા, જનાણ, કલ્યાણપર, રતનપર, ગવરીપર, બાંભણકા, શિરાનીવાંઢ સહિત ગામોમાં અંજારના સ્વામિનારાયણ મંદિર દ્વારા કિટ વિતરણ શાત્રી બાલકૃષ્ણ સ્વામી, લક્ષ્મણ સ્વામી, પ્રસાદ સ્વામી આદિ સંતો અને સેવાભાવી ભક્તો જીતુભાઇ સાંખલા, પીયૂષ ત્રિપાઠી, શામજી ધનજી, મેઘજી રવજી હીરાણી, ખીમજી નાગરાણી વગેરેએ સાથે રહી 15 કિલો જેટલા વજનની કિટ વિતરણ કરી હતી. આ કાર્યવાહીમાં ખડીરના અગ્રણી એન. આર. ગઢવી અને ગામેગામના સરપંચો સાથે રહ્યા હતા.રાપર : લોહાણા મહાજન દ્વારા સમાજના જરૂરિયાતવાળા પરિવારોને ધંધા-રોજગાર બંધ થવાથી મહાજનના ભંડોળમાંથી 26 પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી હતી તેમજ લોહાણા મહાપરિષદ અનુદાનિત રાશનકિટ પણ 35 પરિવારોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઇ ચંદે, તુલસીભાઇ ચંદે, વસંતભાઇ આદુઆણી, પ્રતાપભાઇ મિરાણી, વિપુલભાઇ રાજદે, પ્રભુલાલ રાજદે, ઉમેદભાઇ ચંદે, શંકરલાલ પૂજારા, વિશનજી જી. પૂજારા, કીર્તિભાઇ રામાણી, ધર્મેન્દ્ર ચંદે, હસમુખ ચંદે અને ચંદુલાલ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં યુવક મંડળના પ્રમુખ પારસ માણેક, જય રાજદે, ચાંદ ભીંડે, હરેશ મજીઠિયા, સુમિત મિરાણી, જય ચંદે વિગેરે જોડાયા હતા.રાપરના સેવાભાવી અને જાણીતા તબીબ ડો. માધવપ્રસાદ મઠ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂા. દસ હજાર, રાપરની વિવિધ સંસ્થાઓ પાંજરાપોળમાં દસ હજાર, ગ્રામ્ય સેવા સંગઠનમાં પાંચ હજાર, દરિયાસ્થાનમાં અને જલારામ મંદિર બાદરગઢ?પાટિયામાં પાંચ-પાંચ હજાર રૂપિયાનો આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. તો ત્રીસ રાશનકિટ તેમના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હતી. રાપર કેમિસ્ટ એસોસિયેશન દ્વારા નવ દિવસથી સાઇઠ જણને સેવા વસ્તીમાં જઇને જમાડવામાં આવી રહ્યા હોવાનું એસોસિયેશનના હસમુખભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું. ઇસ્લામપુરા : ઉત્તર ગુજરાતના શંખેશ્વર તીર્થ સમીપે ત્રણ ગામોમાં પ્રેમરત્ન પરિવાર અને જિજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પૂ. શ્રીમદ્ વિજયપ્રેમ સૂરિશ્વરજી મ.સા., શ્રીમદ્ વિજયરત્નશેખર સૂરિશ્વરજી મ.સા., મુનિ નયશેખરવિજય મ.સા., મુનિ શૌર્યશેખરવિજય મ.સા.નાં માર્ગદર્શન હેઠળ ભોજન અપાયું હતું. દરરોજ 200થી અધિક લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer