ફોજદારનો સ્વાંગ સજી નશાની હાલતમાં બુલેટથી નીકળેલો જી.આર.ડી. જવાન જબ્બે

ફોજદારનો સ્વાંગ સજી નશાની હાલતમાં બુલેટથી નીકળેલો જી.આર.ડી. જવાન જબ્બે
ભુજ, તા. 7 : પોતાના ખાખી યુનિફોર્મ ઉપર ગેરકાયદેસર રીતે બે સ્ટાર લગાડી ફોજદારનો સ્વાંગ સજી નશાયુક્ત હાલતમાં નીકળેલા નખત્રાણા તાલુકાના પાલનપુર બાડી ગામના ગ્રામરક્ષક દળના જવાન વિપુલ રામજી ધુવા નામના યુવાનને ભુજમાં પકડી પાડીને પોલીસે તેની સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. નિરોણા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં જી.આર.ડી. જવાન તરીકે ફરજ બજાવતો વિપુલ ધુઆ ગઇકાલે બુલેટ લઇને બે સ્ટાર લગાવેલા યુનિફોર્મ સાથે ભુજ પહેંચ્યો હતો. કારણ વગર આંટાફેરા કરી રહેલો આ યુવાન લોકડાઉન બંદોબસ્ત દરમ્યાન એ-ડિવિઝન ઇન્સ્પેકટર એમ. આર. બારોટ અને સ્ટાફના હાથે ચડી જતાં તેને ઝડપી લેવાયો હતો. પોલીસ સાધનોએ આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી સામે જાહેરનામાનો ભંગ અને કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવવા સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્ટાફના કિશોરાસિંહ જાડેજા, સુરેન્દ્રાસિંહ ઝાલા,પૃથ્વાસિંહ જાડેજા વગેરે આ કાર્યવાહીમાં જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer