પતિના ત્રાસમાંથી મહિલા અધિકારીએ કુનેહપૂર્વક પત્ની ને બાળકને છોડાવ્યા

પતિના ત્રાસમાંથી મહિલા અધિકારીએ કુનેહપૂર્વક પત્ની ને બાળકને છોડાવ્યા
ભુજ, તા. 7 : લોકડાઉન દરમ્યાન એક મહિલાને પતિ દ્વારા અપાતા શારીરિક-માનસિક ત્રાસના કિસ્સામાં જિલ્લાના મહિલા અને બાળ અધિકારીએ સમયસૂચકતા અને ચપળતાપૂર્વક નીડરતાથી મહિલાને છોડાવી હતી.આ અનોખી ઘટનાની વિગત એવી છે કે એક પરિણીતા પર તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારે છે તેવું તેની માતા અને બહેને બયાન આપ્યું હતું અને માતાએ અરવલ્લી જિલ્લાના અધિકારી સમક્ષ હકીકત જણાવતાં આ બારામાં કચ્છના મહિલા બાળ અધિકારી અવનીબેન રાવલને વાકેફ કર્યા હતા. તેમણે 181ની મદદથી મહિલાના સૂચિત સરનામે પહોંચતાં ત્યાં તાળું જોવા મળ્યું હતું. આ અંગે અનવીબેને કુનેહપૂર્વક ત્રાસ બાબત પતિનો સંપર્ક મેળવીને તેને સમજાવીને વિશ્વાસમાં લીધો હતો. લોકેશન પર પહોંચવા લોક સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી અને સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક હેમેન્દ્ર જણસારીના દર્શાવ્યા સ્થળે પહોંચી બાળકનો કબ્જો લીધો હતો. આ પછી પીડિતાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તેનો પતિ શંકા અને વહેમ રાખીને મારતો હતો. મહિલા અને તેના બાળકનું રેસ્ક્યુ કરી આગળની કાર્યવાહી આદરી હતી. આ કેસમાં 181 ગાંધીધામની ટીમ, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબિયા, ગાંધીધામ એલ.સી.બી. અને સખી વન સ્ટોપે સહયોગ આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer