ભુજમાં નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ હાટકેશની જયંતી સાદાઇથી ઊજવાઇ

ભુજમાં નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ હાટકેશની જયંતી સાદાઇથી ઊજવાઇ
ભુજ, તા. 7 : નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ પૂ. હાટકેશ મહાદેવના પ્રાગટયોત્સવ દિનની અહીં હાટકેશ મંદિરે સાદાઇપૂર્વક પ્રતીક ધાર્મિક ઉજવણી કરાઇ હતી. વડનગરા જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા સવારે પ્રાત: આરતી બાદ લઘુ રુદ્રાભિષેક, શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ તથા થાળ અને સાંજે દીપમાળા સાથે પૂજન-અર્ચન કરાયા હતા. વર્તમાન લોકડાઉનને લઇને અત્યંત સાદગીપૂર્વક ધાર્મિક કાર્યક્રમ પ્રમુખ અતુલભાઇ મહેતા અને મંત્રી ડો. ઊર્મિલ હાથીના નેજા હેઠળ યોજાયા હતા, તો જ્ઞાતિજનોએ ઘરોઘર વ્યક્તિગત ધાર્મિક ઉજવણી કરીને મહાદેવ વિશ્વને આ મહામારી મુક્ત કરે તેવી પ્રાર્થના કરી હતી. દરમ્યાન, જ્ઞાતિ કલાકાર ભારતેન્દુ માંકડ (ભુજ), કાજલબેન-કૌશલભાઇ?અને દક્ષ?છાયાએ ઓનલાઇન સંગીતમય સ્તુતિ પ્રસ્તુત કરી હતી, તો ભુજના બાળ કલાકાર હરમન જિજ્ઞેશ?ઝાલાએ બપોરે ઢોલવાદન સાથે મહાઆરતીની રમઝટ?બોલાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer