ગાંધીધામમાં હાટકેશ જયંતીની રૂદ્રીપૂજા સાથે સાદાઈથી ઉજવણી

ગાંધીધામમાં હાટકેશ જયંતીની રૂદ્રીપૂજા સાથે સાદાઈથી ઉજવણી
ગાંધીધામ,તા.7: નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરજીના પ્રાગટયોત્સવ હાટકેશ જયંતીની આજે વિશ્વભરમાં પ્રસરેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે અહીંના શ્રી સમસ્ત નાગર મંડળ દ્વારા સાદાઈથી ઉજવણી કરાઈ હતી. મંડળના જણાવ્યા પ્રમાણે આજે સવારે ઝંડાચોક નજીક આવેલાં હાટકેશ્વર મંદિર ખાતે સ્વ.કે.એસ.છાયા પરિવારના યજમાનપદે રૂદ્રીપૂજા યોજાઈ હતી.પૂજારી જીતુભાઈ મહારાજે વિધિ સંપન્ન કરાવી હતી. સાંજે મહાઆરતી તથા થાળ સ્વ. ભરતભાઈ ઢેબર પરિવાર તરફથી રખાયો હતો. દીપમાળનો લાભ સુનિલભાઈ શુકલ પરિવારે લીધો હતો. સામાન્ય રીતે જ્ઞાતિની સામાન્ય સભા, સમુહ ભોજન સહિતના યોજાતા પરંપરાગત તમામ કાર્યક્રમો કોરોના મહામારીને લઈને ઉત્પન્ન લોકડાઉનની સ્થિતિને કારણે રદ કરાયા હતા. તેવું મંડળના ધીરેનભાઈ છાયાએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer