અંજારમાં રામ-ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરાઈ

અંજારમાં રામ-ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી કરાઈ
અંજાર, તા. 7 : અહીંના રામ-ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા કોરોનાના કારણે શોભાયાત્રાનું આયોજન મોકૂફ રાખી દ્વારકાધીશ મંદિરે સોશિયલ ડિસ્ટન્સ સાથે રામ જન્મોત્સવ ઊજવાયો હતો. રથયાત્રા સંયોજક ગણેશભાઈ આહીરે પૂજન કર્યું હતું. વિધિ દેવેન વ્યાસે કરાવી હતી. ભગવાન શ્રી રામચંદ્રજી તથા સમસ્ત પરિવાર, ઘનશ્યામ મહારાજ, ભારત માતા સહિત શાલીગ્રામ ભગવાનનું ષોડશ પૂજન અને આરતી કરાઈ હતી. ટ્રસ્ટની અપીલને માન આપી શહેરીજનોએ તેમના ઘરે દીવડા પ્રગટાવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer