નલિયામાં 1500 રાશન કિટ અપાઇ

નલિયામાં 1500 રાશન કિટ અપાઇ
નલિયા, તા.7 : કોરોના વાયરસના લોકડાઉન દરમ્યાન ગરીબ પરિવારને મદદરૂપ થવા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા 1500 જેટલી રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ રાશનકિટનું વિતરણ કરી સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રવૃત્તિને બિરદાવી હતી. કચ્છી ભાનુશાલી, ઓધવરામ સત્સંગ મંડળ-મુંબઇ, ભારત ગ્રુપ-નલિયા, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, લહેરીભાઇ આશાર્યાભાઇ મંગેના સંયુકત ઉપક્રમે કિટ વિતરણનો પ્રારંભ કરાયો હતો. અબડાસા તાલુકાના 150 જેટલા ગામોમાં 6000થી વધુ કિટનું વિતરણ કરાશે. આ પ્રસંગે ભારત ગ્રુપના છત્રસિંહ જાડેજાએ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ કિટોનું વિતરણ કરાઇ રહ્યું છે. હજી પણ જેટલી કિટોની જરૂર હશે તે માટે સંસ્થાઓ તૈયાર છે. લહેરીભાઇ આશાર્યાભાઇ મંગેએ જરૂરતમંદ લોકો સુધી વિવિધ સંસ્થાના કાર્યકરો કિટો પહોંચાડશે. પોતે આર્થિક સહયોગ આપી જન્મભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવેલ છે. આ પ્રસંગે  મુંબઇ ઓધવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઇ શંકરલાલ ભાનુશાલી ખાસ ઉપસ્થિત રહી સેવાકીય કાર્યોને બિરદાવી જરૂર પડયે  વધુ આર્થિક સહયોગ આપવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઇ ભાનુશાલી અને માધવજીભાઇ ભાનુશાલીનો સહયોગ પ્રાપ્ત થયો હતો. વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતાતળાવના સંસ્થાપક મનજીભાઇ?ભાનુશાલીએ વિવિધ સંસ્થાઓનું સંયોજન કરવા છત્રસિંહ જાડેજાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું જણાવી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કિટો બનાવી વિતરણ કાર્યમાં વિવિધ સમાજોના સભ્યો, ક્ષત્રિય સમાજના દિલીપસિંહ કેશરજી જાડેજા, સુરેશસિંહ દશુભા જાડેજા, હરદેવસિંહ ગગનસિંહ જાડેજા, ભરતસિંહ હમીરજી જાડેજા,  મયૂરસિંહ શિવુભા જાડેજા, ભાનુશાલી સમાજ વતી પ્રવીણભાઇ બુધિયાભાઇ ભાનુશાલી, વસંતભાઇ ભાનુશાલી, દિનેશભાઇ ભદ્રા,  રઘુવંશી સોશિયલ ગ્રુપના સતીશ ઠક્કર, તુષાર આઇયા, કપિલ ગણાત્રા, જિજ્ઞેશ ઠક્કર, અન્ય ગ્રામજનો પ્રફુલ્લ હોથી, જગદીશભાઇ જોષી ઉપરાંત તમામ સમાજના આગેવાનો અને અબડાસા તાલુકા આર.એસ.એસ.ના સ્વયંસેવકો વિતરણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ પ્રસંગે ઇબ્રાહીમભાઇ મંધરા, હિંમતસિંહ વી. જાડેજા, કિશોરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા (વિંઝાણ), જેન્તીલાલ સોની, નાનજીભાઇ ભાનુશાલી, અજિતસિંહ મોકાજી જાડેજા, કનુભાઇ બાવાજી (રાતાતળાવ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  બોર્ડરવિંગના ડીવાય.એસ.પી. શ્રી રબારી અને મામલતદાર શ્રી ડામોરે શુભેચ્છા પાઠવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer