ખાવડા નજીક 3.1ની તીવ્રતાના કંપનથી ધરતી ધ્રુજી

ભુજ, તા. 7 : કોરોનાના ઉચ્ચાટ વચ્ચેકચ્છમાં ભૂસ્તરીય સળવળાટનો દોર પણ વધ-ઘટ સાથે જારી રહ્યો છે. સોમવારે રાત્રે ખાવડા નજીક 3.1ની તીવ્રતાના કંપને ધરાને ધ્રુજાવી હતી.ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલી વિગતો અનુસાર સોમવારે રાત્રે 9.05 કલાકે અનુભવાયેલા કંપનનું કેન્દ્રબિંદુ ખાવડાથી ઉત્તર-પૂર્વ દિશાએ 33 કિ.મી. દૂર નોંધાયું હતુ. કેન્દ્રબિંદુ નિર્જન વિસ્તારમાં હોતાં અનુભૂતિ નહીંવત વર્તાઈ હતી.નોંધનીય છે કે 10 દિવસના સમયગાળામાં કચ્છમાં ત્રણથી વધુની તીવ્રતાનું આ ત્રીજું કંપન છે. આ પૂર્વે 4 એપ્રિલના નલિયા જ્યારે 28 માર્ચના ભચાઉ?પાસે 3.2ની તીવ્રતાનું કંપન અનુભવાઈ ચૂકયું છે. હવે ખાવડા નજીક સળવળાટ જોવા મળ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer